Wednesday, September 28, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં નિર્માણાધીન બાગ ને સ્વામી વિવેકાનંદજી નું નામ આપવા માંગ

પોરબંદર

પોરબંદર ના ખીજડી પ્લોટ ખાતે બનવા જઈ રહેલ બગીચામાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવે તેમજ આ ગાર્ડનનું નું નામ પણ તેઓના નામ પરથી રાખવામાં આવે તેવી એબીવીપી દ્વારા પાલિકા પ્રમુખ ને રજૂઆત કરાઈ છે.

પોરબંદર એબીવીપી દ્વારા પાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન ના પ્રેરણાસ્ત્રોત યુગપુરુષ સ્વામી વિવેકાનંદજી રહ્યા છે.ત્યારે પાલિકા દ્વારા ખીજડી પ્લોટ વિસ્તાર માં જે બાગ નું નિર્માણ કરવામ આવી રહ્યું છે.તે બાગ માં યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવે.તેમજ આ ગાર્ડન નું નામકરણ સ્વામી વિવેકાનંદજીના નામ પરથી કરવામાં આવે તેવી માંગ કરી છે.પાલિકા પ્રમુખે પણ આ અંગે હકારાત્મક નિર્ણય ની ખાતરી આપી હતી.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે