Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર બોટ એસોસીએશન દ્વારા માછીમારો ના મહત્વ ના પ્રશ્નો અંગે મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત કરાઈ

પોરબંદર

તા:૨૮/૦૬/૨૦૨૨નાં રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનાં મંત્રી મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) જીતુભાઈ ચૌધરી તેમજ ડાયરેકટ ઓફ ફિશરીઝ નિતિન સાંધવાનની સાથે શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરી,રાજુભાઈ બાદરશાહી,ભરતભાઈ હોદાર,મુકેશભાઈ સોનેરી એ પોરબંદર મત્સ્યબંદર ખાતે અપગ્રેડેશની કામગીરી માં વહીવટી મંજુરી આપી ને ટેન્ડરીંગ કરવા અંગે તેમજ માચ્છીમારોનાં પડતર પ્રશ્નોની રજુઆત કરેલ હતી.

જેમ પોરબંદર મત્સ્યબંદર ખાતે રાજ્ય સરકાર દ્વારા માચ્છીમારોની બોટ પાર્કિંગની સમસ્યાને હળવી કરવાનાં અર્થે  માપલાવારી વિસ્તારમાં ૮૦૦ મીટર નો એક સાઈડ વાર્ફવોલ તેમજ ડ્રેજીંગ તથા હયાત મત્સ્યબંદર ખાતે અપગ્રેડેશનની કામગીરી તેમજ જુના બંદરે ડ્રેજીંગ તેમજ વાર્ફ વોલ અને ફિલીંગ લેવલીંગની કામગીરી માટે રૂ.૬૧ કરોડ ફાળવેલ હતા તેમા ધટતી રકમ ઉમેરીને રૂ. ૭૩ કરોડ થયેલ.પરંતુ તેમની વહીવટી મંજુરી વહેલી તકે મળે અને જે ડ્રેજીંગનું ટેન્ડરીંગ થઈ ગયેલ છે તેનો વર્કઓર્ડર આપી કામ ચાલુ કરાવી આપવા.

તેમજ માપલાવાળી વિસ્તારમાં પાર્કિંગ માટે ૮૦૦ મીટર વાર્ફ વોલ તેમજ બંદરમાં મીઠા પાણીની સુવિધા,ફાયર સેફ્ટીની સુવિધા તથા બંદરમાં જુની વાર્ફવોલનું રીપેરીંગ કામ નું વહેલીતકે ટેન્ડરીંગ કરી ને આ કામ ચાલુ કરાવવા રાજ્ય કક્ષાનાં મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરી સાથે પોરબંદર બોટ એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ રૂબરૂ રજુઆત કરતા મત્સ્યોદ્યોગ મંત્રીએ ઉપરોક્ત રજુઆત ની વહીવટી મંજુરી અને ડ્રેજીંગ નું ટેન્ડરીંગ માટે વર્કઓર્ડર વહેલીતકે આપવા ખાત્રી આપેલ છે.

તેમજ માચ્છીમારોનાં પડતર પ્રશ્નો જેવા કે,(૧) વાર્ષિક ડીઝલ ના ક્વોટા માં વધારો કરવો (હાલ જે વાર્ષિક કવોટા છે તેને બમણો કરવો),(૨) ડીઝલ માં અગાઉ રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ % વેરામુક્ત ડીઝલ આપવામાં આવતું હતું તે પ્રમાણે કરી આપવામાં આવે.(૩) કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલ માં માછીમારો ને આપવામાં આવતી એક્સાઈડ્યુટી માફી કોંગ્રેસ ની UPA સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ તે ફરી થી ચાલુ કરાવવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સારકાર ને ભલામણ કરે. (૪) કેન્દ્ર સરકાર દ્વારા માછીમારો ને કિશાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવેલ તેની મર્યાદા રૂ. ૩,૦૦,૦૦૦ ની નક્કી કરેલ છે. તેને વધારી ને રૂ. ૧૦,૦૦,૦૦૦ કરવી,(૫) ડીઝલ ના પંપ કોમન કરવા કરવા.

(૬) રાજ્ય સરકાર દ્વારા કેરોસીન ની સબસીડી લીટર દીઠ રૂ. ૨૫/- જે આપવામાં આવે છે તેને લીટર દીઠ રૂ. ૫૦/- કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લીધેલ હોઈ તેની તાત્કાલિક અમલવારી કરાવવી. (૭) રાજ્ય સરકાર દ્વારા નાના OBM હોડી ધારકો ને માસીક ૧૫૦ લીટર કેરોસીન આપવામા આવે છે જ્યારે માછીમારી માટે માસીક જરૂરિયાત ૪૫૦ લીટર ની હોઈ તે મુજબ નો માસીક ક્વોટા વધારવો.(૮) ObM હોડીનાં મશીન પેટ્રોલ અને કેરોસીન બન્ને માં ચાલતા હોય તો કેરોસીન ની જેમ પેટ્રોલ ની ખરીદી ઉપર પણ સબસીડી આપવામાં આવે.(૯) OBM મશીન ની જૂની સબસીડી છેલ્લા ઘણા વર્ષો થી બાકી હોય તે તાત્કાલિક ચૂકવી આપવી જોઇએ.(૧૦).જી.એમ.બી વિભાગ દ્વારા ૧૫% ભાડામાં વધારો કરેલ તે પરત લેવો જોઈએ.તે માટે ડાયરેક્ટ ઓફ ફિશરીઝ નિતિન સાંધવાન સાથે રૂબરૂ રજુઆતો કરતા આ મુદ્દાઓનું વહેલીતકે નિરાકરણ લાવવા ખાત્રી આપેલ છે.

તા. ૧લી ઓગષ્ટ થી ખુલતી નવી માચ્છીમારી સીઝન દરમીયાન માચ્છીમારી બોટો બરફ તેમજ ડીઝલનો પુરવઠો લઈ બંદરની ચેનલમાંથી બહાર નિકળી શકે અને કિનારા ઉપર ચડાવેલ બોટોને પણ ખાડીની ચેનલમાં ઉતારવાની પુરતી વ્યવસ્થા થાય તે માટે પાંચ દિવસ અગાઉ થી માચ્છીમારી બોટોમાં ડીઝલ પુરવઠા વિતરણ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરી આપવા રજુઆત કરતા મત્સ્યોદ્યોગ મંત્રી અને ડાયરેક્ટ ઓફ ફિશરીઝ એ આ વિષય ઉપર વિચારણા કરીને નિરાકરણ લાવવા ખાત્રી આપેલ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે