Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના વ્હીલચેર ક્રિકેટરે સ્પે. ખેલમહાકુંભની બે રમતોમાં જીત્યા મેડલ

પોરબંદર

પોરબંદર ના દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટરે તાજેતર માં યોજાયેલ સ્પેશ્યલ ખેલ મહાકુંભ માં વ્હીલચેર હર્ડલ્સ રૅસ અને ચક્રફેંકમાં જીલ્લાકક્ષાએ મેદાન માર્યું છે.અને હવે રાજયકક્ષાએ ભાગ લેવા જશે.

પોરબંદર માં દિવ્યાંગોના સ્પે. ખેલમહાકુંભ અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર ખાતે જીલ્લા કક્ષાની એથ્લેટીકસની રમતનું આયોજન થયું હતું.તેમાં ભારતની વ્હીલચેર ક્રિકેટના ખેલાડી તેમજ ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમાભાઈ ખુંટીએ પણ બે રમત વ્હીલચેર હર્ડલ્સ રેસ અને ચક્રફેંકમાં ભાગ લીધો હતો.જેમાં વ્હીલચેર હર્ડલ્સ રેસ માત્ર ૨૪.૩૦ સેકન્ડમાં પુર્ણ કરીને જીલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.અને ચક્રફેંકની ગેમમાં પમ ૧૦.૫૦ મીટર ચક્ર ફેંકીને પ્રથમ નંબર મેળવ્યો હતો.અને હવે તે આગામી દિવસોમાં રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા રવાના થશે.બંન્ને પગે દિવ્યાંગ હોવા છતા ભીમાભાઈ ખુંટી એ અનેક સિધ્ધીઓ પોતાના નામે કરી છે.ત્યારે લોકોએ પણ તેમની પાસેથી શીખ લઇને કયારેય હારના માનવાનો મંત્ર શીખવો જોઈએ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે