Saturday, September 24, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના અડવાણા ગામે પુત્ર-પુત્રવધુ એ વૃદ્ધ ની વીસ લાખની કીમતની ખેતીની જમીન પચાવી પાડી:લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ

પોરબંદર

પોરબંદર ના અડવાણા ગામે પુત્ર અને પુત્રવધુ એ વૃદ્ધની ખેતી ની જમીન એક વર્ષ થી પચાવી પાડી હોવાથી પિતા એ આ અંગે પુત્ર અને પુત્રવધુ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોરબંદર ના અડવાણા ગામે રબારી કેડા ની બાજુ માં રહેતા નાથાલાલ પરસોત્તમ થાનકી (ઉવ ૮૫)નામના વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના બે પુત્રો માંથી મોટો પુત્ર હરીશ પોરબંદર રહે છે.જયારે નાનો પુત્ર ભાવેશ તથા પુત્રવધુ રમીલા અને પૌત્ર ગ્રંથ અડવાણા ખાતે નાથાલાલ ની વાડી ના મકાન માં રહે છે.નાથાલાલ ને અડવાણા ખાતે ખેતી ની ૧૬ વીઘા જમીન આવેલી છે.પુત્ર ભાવેશ તથા પુત્રવધુ રમીલા એ ગત તા ૧૬-૭-૨૦૨૧ થી નાથાલાલ ની વાડી ના મકાન પર બળજબરી થી કબ્જો કર્યો છે.

જે ખાલી કરવા તેમના દ્વારા ભાવેશ ને અવારનવાર સમજાવ્યો હતો પરંતુ તે ખાલી કરતો ન હતો.અગાઉ ભાવેશે તેની સાથે ઝઘડો કરી તેના માથા માં પાઈપ પણ મારી દીધો હતો.અને જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી.જે અંગે પણ તેઓએ ભાવેશ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ત્યાર બાદ તેઓએ આ અંગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરતા કમિટી એ આ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ કરવાની મંજુરી આપી હતી.આથી તેઓ બગવદર પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા.પરંતુ ભાવેશે જમીન તથા મકાન નો કબ્જો પાંચ દિવસ માં ખાલી કરી આપવા અંગે નોટરી રૂબરૂ સોગંદનામું કર્યું હતું.આથી નાથાલાલે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

પરંતુ ત્યાર બાદ પણ ભાવેશે મકાન ખાલી ન કરતા તેઓએ ફરીથી લેન્ડ ગ્રેબિંગ કમિટી માં અરજી કરતા કમિટી એ તેઓને ફરિયાદ કરવા ની મંજુરી આપતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જમીન ની કીમત રૂ વીસ લાખ હોવાનું પણ ફરિયાદ માં જણાવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે