Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ચોપાટી મેળા મેદાન ને રસ્તા સાથે સમથળ કરવા રજૂઆત

પોરબંદર

પોરબંદર ચોપાટી મેળા મેદાન ને રસ્તા સાથે લેવલ કરવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા રજૂઆત કરાઈ છે.

પોરબંદરની શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા ના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા એ કલેકટર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે અમારી સંસ્થા શ્રી મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા તા.૨૨–૦૭– ૨૦૨૧ના રોજ પોરબંદર ચોપાટી પાસે આવેલ મેળા ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતા મેદાનની બાજુમાં આવેલા મુખ્ય રસ્તા સાથે લેવલ કરી મેદાનમાં ભરતી ભરવા બાબત કલેકટર સમક્ષ રૂબરૂ મળી લેખિત અરજી આપવામાં આવી હતી.અને આ અરજી વખતે થયેલ મૈખિક ચર્ચા દરમ્યાન મેદાનમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે ગટર અને સંપની વ્યવસ્થાની વાત થઈ હતી.

પરંતુ ગટર / સંપ આપવાથી આ ગટર સંપ રેતીથી ભરાઈ જશે.અને આ રેતી કાઢવા મશીનરી જોઈએ.અને જે દર વખતે નગરપાલીકાએ આ કામ માટે હાજર રહેવું પડશે. આ મેદાનમાં વારંવાર વરસાદી પાણીના ભરાવા,વાવઝોડા તેમજ પવનના કારણે મેદાન નીચે ગયું છે.ઉત્તર દિશાનો રસ્તો ઉંચો  આવતો રહયો છે.તેમજ એસ.ટી. બસ સ્ટેશન થી નવા ફુવારા તરફ જતો રસ્તો સમયાંતરે નવા રસ્તા બનવાના કારણે આ રસ્તાનું લેવલ મેદાન કરતા ઉંચું આવી ગયેલ છે.

પરિણામે ઉતર દિશા તરફ આવેલ મેદાનમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય જાય છે.અને તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી,જેના કારણે જન્માષ્ટમીના મેળો,નવરાત્રી,ધાર્મિક,સામાજિક અને રાજકીય મેળાવડા,સમુહલગ્નો તથા અન્ય કાર્યક્રમો માં આયોજકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ બાબતની અમારી અગાઉની લેખિત અરજી મુજબ આ મેદાનનું કુદરતી સ્વરૂપ જળવાઈ રહે અને આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઇ શકે તે માટે આદિત્યાણા,કુછડી,અમરદડ બાજુની મોરમ,ડટ અથવા લાલ માટી રેતી મિશ્રત કરી ભરતી રસ્તાના લેવલ સુધી કરવામાં આવે તો આ મેદાનનું કુદરતી સ્વરૂપ જળવાઈ રહેશે અને વરસાદી પાણીનો નિકાલ મુખ્ય રસ્તા પર આવેલ ભૂગર્ભ ગટરમાંથી થઈ શકશે. આ માંગણી ઉપર ધ્યાન આપી વહેલાસર કામગીરી કરવા  પુનઃ લેખિત અરજી આપી રજૂઆત કરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે