પોરબંદર
પોરબંદરના મીયાણી ગામે વંદે ગુજરાત રથનું સ્વાગત ગામ લોકોએ કર્યુ હતું. આ તકે મહાનુભાવોએ રૂ.૯ લાખ ૯૪ હજારથી વધુ રકમના લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરવાની સાથે સ્ટેજ પરના લાભાર્થીઓને જુદી-જુદી યોજનામાં સહાય/કીટ વિતરણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઇ ઓડેદરા,તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાધુ સહિત મહાનુભાવો, અધિકારીઓએ આ તકે લાભાર્તીઓને સહાય વિતરણ કરી હતી.તથા રૂ. ૩ લાખ ૫૭ હજારના ખર્ચે પાણીના નિકાલ માટે ગટરના કામનું ખાતમુહૂર્ત, રૂ. ૪ લાખના ખર્ચે તૈયાર કરાયેલ પેવર બ્લોકના કામનુ લોકાપર્ણ તથા રૂ.૨ લાખ ૩૭ હજારથી વધુ રકમના આંતરિક પેવર બ્લોક લોકાપર્ણ કરાયુ હતું.
કાર્યક્રમનું આયોજન મામલતદાર ડોડીયા તથા નોડલ ઓફિસર જશવંતગીરી ગૌસ્વામી દ્રારા કરાયુ હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ સહિત મહાનુભાવો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.