Saturday, October 1, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના કડછ ગામ નજીક નજીક પોલીસ ને જોઈ નાસેલી કારે અકસ્માત સર્જ્યો:કાર માંથી 8 બોટલ દારૂ મળી આવ્યો

પોરબંદર

પોરબંદર ના મોચા ગામે શંકાસ્પદ કાર નો પોલીસે પીછો કરતા કાર ખેતર માં પથ્થર ની દીવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કાર ચાલક કાર મૂકી નાસી જતા કાર માંથી પોલીસે 8 બોટલ દારૂ કબજે કરી કાર ચાલક ની શોધખોળ હાથ ધરી છે.

માધવપુર પોલીસ મથક માં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા જયદિપભાઇ પ્રભાતભાઇ ધ્રાંગા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈ કાલે રાત્રે તેઓ અન્ય પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ માં હતા.તે દરમ્યાન સાડા દસેક વાગ્યે કડછ ગામ પાસે આગળ એક સફેદ કલરની કાર શંકાસ્પદ હાલત માં જણાતા કાર રોકવા ઇશારો કર્યો હતો.પરંતુ કાર ચાલકે કાર રોકી નહી અને પુરઝડપે ચલાવી મોચા ગામ તરફ જતા રસ્તે ભગાવી હતી.જેથી પોલીસને તે કારમા ગુનાહિત ચીજવસ્તુ હોવાની શંકા જતા કારનો પીછો કરતા કાર ચાલકે કારનુ બેલેન્સ ગુમાવી મોચા ગામ વાડી વિસ્તારમા ખેતરના પથ્થરની દિવાલ સાથે કાર અથડાવી હતી.

અકસ્માત સર્જાતા કાર ત્યાં જ મૂકી કારચાલક અંધારાનો લાભ લઇ ખેતર નાશી ગયો હતો.જેથી પોલીસે કાર પાસે પહોંચી કાર ચેક કરતા GJ-03-CE-9230 નંબર ની આ કાર માંથી એક મોબાઈલ મળી આવ્યો હતો.ઉપરાંત એક બોક્સ માં દારૂ ની કેટલીક બોટ તૂટેલી અને 8 બોટલ આખી મળી આવી હતી.આથી પોલીસે ૩૨૦૦ રૂ ની કીમત નો દારૂ ,૪૦૦૦ નો મોબાઈલ અને 2 લાખ ની કાર મળી કુલ .રૂ.૨,૦૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક ની શોધખોળ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે