પોરબંદર
આજે સ્વામી વિવેકાનંદ ની ૧૫૮ મી જન્મજયંતિ છે.ત્યારે ગાંધી ભૂમિ પોરબંદર માં પણ તેઓએ ચાર માસ ગાળ્યા હતા અને ફ્રેંચ ભાષા પણ અહી જ રહી ને તેઓએ શીખી હતી.

1890થી 1892ના ભારત ભ્રમણ દરમિયા સ્વામી વિવેકાનંદ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહ્યા હતાં.જેમાં તેઓએ જુનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલિતાણા,વડોદરાની મુલાકાત લીધી.પરિવ્રાજક એટલે કે એક ગામ કે જગ્યા માં માત્ર ત્રણ કે ચાર દિવસ જ રહેવાની પ્રતિજ્ઞા છતાં એક માત્ર પોરબંદર માં તેઓ ચાર માસ જેટલો સમય રહ્યા હતા.સ્વામી વિવેકાનંદ જ્યાં પોતાના જીવન ના ચાર માસ ગાળ્યા હતા.એ જગ્યા પોરબંદર ના ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલી છે.અને અહી હાલ માં ૧૯૯૭ ની સાલ થી રામ કૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ કાર્યરત છે. સ્વામી વિવેકાનંદનો સૌરાષ્ટ્ર પરીભ્રમણનો ઈતિહાસ દર્શાવે છે કે તેઓ અહી વઢવાણ, લીમડી, ભાવનગર, શિહોર, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, દ્વારકા, માંડવી, પાલીતાણા અને કચ્છમાં ભુજમાં અનેક વિસ્તારોમાં ફર્યા છે લોકોને મળ્યા છે. ઐતિહાસિક સ્થળોને નિહાળ્યા છે. અલબત ગુજરાતમાં સૌથી વધુ તેઓ પોરબંદરમાં રોકાયા છે. અહી સુદામા પુરીમાં તેઓએ શંકર પાંડુરંગ પંડિતની સાથે સુદામા મંદિરનાં દર્શન કર્યા પછી તેઓએ પોરબંદરના મહારાજાનો પરીચય કરાવ્યો હતો. મહારાજની સાથે તેઓ ૨૧ દિવસ રાજમહેલમાં રહ્યા હતાં. પોરબંદરના મહારાજા વિક્રમાતજી તેઓને રાજયની ઘોડાગાડીમાં પોરબંદરની આસપાસના મહત્વપુર્મ તિર્થ્સથાનો અને મંદિરોની મુલાકાતે મોકલતા હતાં. ૧૮ ઓકટોબર ૧૮૯૧માં રાજા વિક્રમાતજીએ તેમને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. અહી સ્વામીજીએ હર્ષદમાતાના મંદિર, બિલેશ્વર મંદિર, શિંગડામઠ ઉપરાંત રાણાવાવ, વડવાર, કંડોરણા, દેગામ, બગવદર, ખાંભોદર, ઓડદર, ગોસા છાપા, ધરેજથી માંડીને માધુપુર સુધીનાં વિસ્તારોની મુલાકાત લીધી હતી. રામ કૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ સંસ્થા ના સ્વામી આત્મદીપાનંદજી ના જણાવ્યા અનુસાર આ જગ્યા તે વખતે ભોજેશ્વર બંગલો તરીકે જાણીતી હતી અને આ જગ્યા ના  વહીવટકર્તા પોરબંદર ના તે વખત ના એડમિનિસ્ટ્રેટર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ શંકર પાંડુરંગ પંડિત હતા સ્વામી વિવેકાનંદ તેમના મહેમાન બન્યા હતા અને તેમને આ ભોજેશ્વર બંગલો ખાતે જ ઉતારો અપાયો હતો.સ્વામી વિવેકાનંદ અહી ચાર મહિના જેટલો સમય રહ્યા હતા. એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ પંડિત પણ અતિ વિદ્ધાન હતા.અને ૧૪ ભાષાના જાણકાર હતા.સ્વામીજી પણ તેમની પાસેથી ફ્રેંચ ભાષા શીખ્યા હતા.અને પાણીની મહાભાસ્ય નો અભ્યાસ પણ અહી રહી ને જ કર્યો હતો.જે ઓરડા માં રહી ને સ્વામીજી એ ચાર માસ ગાળ્યા હતા.તે ઓરડો આજે પણ યથાવત રાખવામાં આવ્યો છે.

અને આજે પણ આ ઓરડા માં પ્રવેશતા જ મન ને અપાર શાંતિ નો અનુભવ થાય છે.તો અહીં આવનાર ને હજુ પણ સ્વામી વિવેકાન્દજી આ કમરા માં મોજુદ હોય તે પ્રકાર નો આભાસ થાય છે.પોરબંદર માં પણ તેઓ એ સમયે દરિયા કિનારે નિયમિત જતા હતા.અને ત્યાંથી આવ્યા બાદ ભોજેશ્વર બંગલા ના એ ઓરડા માં ધ્યાન લગાવી બેસતા હતા.
સ્વામી વિવેકાનંદે તા.૧-૧૧-૧૮૯૧ ના રોજ પોરબંદર માં આવેલ ગોપાલલાલજી ની હવેલી ની મુલાકાત લીધી હતી.અને તે સમયે હવેલી ખાતે તેઓ જે પાટ પર બેઠા હતા.તે પાટ પણ બાદ માં હવેલી ખાતે થી આ ઓરડા માં લવાઈ હતી.અને હાલ પણ એ પાટ એ ઓરડા માં જ રખાઈ છે.પોરબંદરથી જૂનાગઢ તરફ પ્રયાણકર્યા બાદ ્સવામી વિવેકાનંદે ગિરનાર પર્વત પર આરોહણ કરી નિર્જનગુફામાં તપસ્યામાં લીન થઈ ગયા હતાં. અહી તેમણે અશોકનો શિલાલેશ, દામોદરડું, નુચકુંદની ગુફા, નરસિંહમહેતાનો ચોરો વિગેરે સ્થલોની મુલાકાત લીધી હતી. જુનાગઢથી તેઓ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના મંદિરે ગયા હતાં. અહી તેઓની કચ્છના મહારાજા સાથે મુલાકાત થઈ હતી. સોમનાથથી પુન: જૂનાગઢ થઈ પોરબંદર થઈને સ્વામીજીએ દ્વારકા તરફ ગયા હતાં. દ્વારકામાં તેઓ એક ભિક્ષુક સંન્યાસીની માફક રહ્યા હતાં. અહીથી બેટદ્વારકા થઈ સ્ટીમર દ્વારા અરબીસમુદ્ર પાર કરી કચ્છના માંડવી પહોંચ્યા હતાં. કચ્છના મહારાવે અહીના તિર્થસ્થાનોના દર્શનની સુંદર વ્યવસ્થા કરી હતી. ભુજના પ્રાગમહેલ ઉપરાંત માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર સહિતની મુલાકાત લીધી હતી. સ્વામી વિવેકાનંદજી માટે પાલીતાણાના જૈન મંદિરોની મુલાકાત દુર્લભ બની રહી હતી.

જુઓ આ વિડીયો 

Advertisement