પોરબંદર

આજે હનુમાન જયંતિ નિમિતે પોરબંદર જિલ્લામાં ઠેરઠેર હનુમાનજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે. ત્યારે રોકડીયા હનુમાન મંદિર હજારો ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહેલું છે. ત્યારે જાણીએ આ મંદિર ના ઈતિહાસ અને મહત્વ વિષે પોરબંદર ટાઈમ્સના આ ખાસ અહેવાલ માં

પોરબંદરના હજારો નગરજનો જેને આસ્થા અને શ્રધ્ધાપૂર્વક માથુ નમાવીને રોકડુ ફળ મેળવે છે.તેવા રોકડીયા હનુમાન મંદિરે સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમા આવેલી છે.1957મા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.અહી 200 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ બિરાજમાન છે અને મોટી પ્રતિમા સાથે બિરાજમાન છે.આ હનુમાન જલ્દીથી પ્રસન્ન થતા હોય છે જેથી તેને રોકડીયા હનુમાન કહેવામાં આવે છે.

મંદિર પર ત્રણ માળ આવેલા છે જેમાં હનુમાનજીના મંદિર પરના પહેલા માટે રામ દરબાર તેમજ બીજા માળે શ્રી રામ નામ મંદિર આવેલ છે.110 ફૂટની ઉંચાઈ આ મંદિર ધરાવે છે.મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે તેમજ મંદિરમાં રામનામનો તરતો પથ્થર આવેલા છે.અહીં પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે. મંદિરના પટાંગણમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.આ મંદિરે  આજે હનુમાન જયંતિના દિવસે બપોરે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડશે. બપોરે મીની લોકમેળો પણ યોજાશે.પોરબંદરના આ રોકડીયા હનુમાન મંદિર પ્રત્યે મહારાણા નટવરસિંહજીની પણ અતુટ આસ્થા હતી. તેમજ તેમના વંશજો પણ હજુ સુધી જ્યારે પણ પોરબંદરમાં હોય ત્યારે અચુક આ મંદિરે દર્શને આવે છે.

મંદિરમાં હનુમાનજી નીચે બિરાજમાન છે જ્યારે ઉપરના ભાગે રામ, લક્ષ્મણ, જાનકીજીનું મંદિર છે અને સૌની ઉપર શ્રીરામ નામ લખેલું છે.તે અંગે પૂજારી સુભાષદાસ ગુરૂ લાલદાસજીએ જણાવ્યું હતું કે શ્રીરામ નામ સર્વોચ્ચ છે અને તેથી જ તેનું સૌથી ઉંચે સ્થાન છે અને હનુમાનજી રામ, લક્ષ્મણ, જાનકીજીના પરમભક્ત હતા તેથી હનુમાનજીના મંદિરની ઉપર તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે.તો રામનામનો તરતો પથ્થર અહીયા આવતા હજારો શ્રધ્ધાળુઆે માટે આસ્થાનું પ્રતિક છે.

સોમનાથથી દ્વારકા વચ્ચે આવતું યાત્રાધામ પોરબંદર છે અને તેમાં પણ હાઇવે ઉપર આવતું રોકડીયા હનુમાન મંદિર શ્રધ્ધાળુઆેમાં ખુબજ આસ્થા ધરાવે છે.અને તેથી જ એક અંદાજ પ્રમાણે અહીયા દરરોજ બહારના પ્રવાસીઆે 1500 થી 2000 અને સ્થાનિક નગરજનો 200 થી 500 નિયમિત રીતે ઉપરાંત મંગળ અને શનિવારે તેનાથી બમણી સંખ્યામાં દર્શનાર્થીઆે ઉમટી પડે છે.અને રોકડીયા હનુમાનજીની અદભૂત મૂતિર્ના દર્શન કરીને ધન્ય બને છે.

જુઓ આ વિડીયો