પોરબંદર

શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ફાઈબર ગૃપ ઓફ પોરબંદર ના સહયોગ થી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ-૨૦૨૨ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ.

આ ટુર્નામેન્ટ મા ૩૧ જેટલી ટીમો એ ભાગ લીધેલ હતો.તા. ૦૨-૦૬-૨૦૨૨, ગુરૂવાર ના રોજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ નો ફાઈનલ રાખવામા આવેલ.જેમા રામદેવજી ઈલેવન તેમજ મીરાજ ઈલેવન વચ્ચે મેચ હતો જેમા મીરાજ ઈલેવન વિજેતા બની હતી.ઉપસ્થિત આગેવાનો વાણોટ પવનભાઈ શિયાળ,અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચપટેલ /ટ્રસ્ટીઓ,બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્બરો,ફીશ સપ્લાર્યસ એસો. ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ કમીટી મેમ્બરો,સેફ્રોન રેસ્ટોરેન્ટ ના અજયભાઈ મોતીવરસ,સીલ્વર સી ફુડ ના વિરેન્દ્રભાઈ જુંગી,અમર ગૃપ ઓફ પોરબંદર ના પરમભાઈ પાંજરી તથા ઉપસ્થિત સર્વે આગેવાનો ના હસ્તે વિજેતા ટીમને ચેમ્પીયન ટ્રોફી તેમજ રૂ. ૧૫,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામા આવેલ.

અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ રૂ. ૭,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામા આવેલ.તેમજ મેન ઓફ ધ મેચ – રોનક લોઢારી,બેસ્ટ બોલર – મનિષ મોતીવરસ,બેસ્ટ બેસ્ટમેન – કલ્પેશ ખેતરપાલ,મેન ઓફ ધ સીરીઝ – રોનક લોઢારી અને ટુર્નામેન્ટ મા ભાગ લેનાર દરેક ટીમ ને ટ્રોફી અને કાર્યકર્તા મિત્રોને મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરવામા આવેલ હતા.અને ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાનો ને ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર તરફ થી યાદી રૂપે મોમેન્ટો આપવામા આવેલ.
આ ટુર્નામેન્ટ ના મુખ્ય દાતાઓ :
(૧) ચેમ્પીયન ટ્રોફી ના દાતા – અજયભાઈ મોતીવરસ સેફ્રોન રેસ્ટોરેન્ટ
(૨) રનર્સઅપ ટ્રોફી ના દાતા – અમર ગૃપ ઓફ પોરબંદર
(૩) મેન ઓફ ધ સીરીઝ ની ટ્રોફી ના દાતા – સિલ્વર સી ફુડ
(૪) બેસ્ટ બેસ્ટમેન ની ટ્રોફી ના દાતા – સપ્લાયર એસો.
(૫) બેસ્ટ બોલર ની ટ્રોફી ના દાતા – સપ્લાયર એસો.
(૬) અમ્પાયર મિત્રો ને ૨ બેટ ના દાતા – ધવલભાઈ આરદેશણા “પટેલ એકેડમી”
(૭) ૩૧ ટીમ ને ટ્રોફી ના દાતા – અનિલભાઈ લોઢારી “આરવ એન્ટરપ્રાઈસ, હસુભાઈ કોટીયા “જય
માતાજી ફાઈનાન્સ,ધર્મેશભાઈ બાદરશાહી “કસુંબો રેસ્ટોરેન્ટ”, નિષ્ઠા એન્ટરપ્રાઈસ.
(૮) મુખ્ય મહેમાનો તથા કાર્યકર્તાઓ ને મોમેન્ટો ના દાતા – ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર.

ખેલાડીઓ મા એકતા-ભાઈચારા ની ભાવના વધે, ખેલદીલી વધે, તેમજ સ્વાસ્થ્ય સારુ રહે તેવા શુભ આશય સાથે આ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવેલ. ટુર્નામેન્ટ નો લાઈવ સ્કોર ઓનલાઈન જોઈ શકાય તે માટે ની વ્યવસ્થા પણ કરવામા આવેલ હતી.
આ ટુર્નામેન્ટ નુ ભવ્ય આયોજન વાણોટ પવનભાઈ શિયાળ,અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તેમજ પંચપટેલ-ટ્રસ્ટીઓ ના સુંદર માર્ગદર્શન હેઠળ ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા કરવામા આવેલ.

જુઓ આ વિડીયો