પોરબંદર

અમદાવાદ ખાતે આયોજિત રાજ્ય કક્ષા ની પીંચેક સીલાટ સ્પર્ધા માં ૧૭ મેડલ મેળવી પોરબંદર જીલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે.

તાજેતરમાં અમદાવાદ ના ખોખરા ઇન્દોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડિયન પિંચેક સિલાટ ફેડરેશન ના સીધા માર્ગદર્શન માં ઓલ ગુજરાત પિંચેક સિલાટ એસોસિએશન દ્વારા તૃતીય રાજ્યસ્તરીય પિંચેક સિલાટ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવેલ.જેમાં રાજ્યભર ના વિવિધ જિલ્લામાંથી બહોરી સંખ્યામાં ભાગ લઈ આયોજન ને સફળ બનાવેલ.
જ્યારે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને પોરબંદર પિંચેક સિલાટ એસોસિએશન ના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ૧૨ ગોલ્ડ મેડલ ૪ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ કુલ ૧૭ મેડલ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોરબંદર ની યશ કલગી માં વધારો કર્યો હતો.

પિંચેક સિલાટ ભારત સરકાર દ્વારા માન્ય ૬૩ રમતોમાં અગ્રીમ સ્થાને છે.સાથેજ ખેલો ઇન્ડિયા,ઇન્ડિયન પોલીસ સ્પોર્ટ્સ,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(સાઈ),એસોસિઅશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટીસ,યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ વગેરે દ્વારા માન્ય રમત છે.ત્યારે બ્રાન્ડેડ સ્પોર્ટ્સ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ.

ગોલ્ડ મેડલ:-નવ્યા જોશી,રાધિકા દવે,આનંદી વાઘેલા,નંદિકા મહેતા,દેવાંશ સામાણી,ધ્રુવ મહેતા,જયમિલ પંડ્યા,સુલભ અટારા,આકાશ બામણિયા,હર્ષિલ બામણિયા,પાર્થ મકવાણા,પાર્થ ઓડેદરા

સિલ્વર મેડલ:-
ખુશી જોષી,એન્જલ ભૂતિયા,શ્રીપાલ આસરા,યુવલ માલવિયા,

બ્રોન્ઝ મેડલ:- જન્મય સદાણી

આ શ્રેષ્ઠ પ્રદર્શન માટે પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના કેતન કોટિયાએ દરેક વિદ્યાર્થીઓ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના કરાટે,પિંચેક સિલાટ,કુડો,થાઈબોક્સિંગ વગેરે માર્શલઆર્ટ્સ નિષ્ણાતો સુરજ મસાણી,જયેશ ખેતરપાલ,મહેશ મોતીવરસ,સુનિલ ડાકી,અંજલિ ગંધરોકીયા વગેરેને શુભેચ્છા પાઠવેલ સાથે ઇન્ડિયન પિંચેક સિલાટ ફેડરેશન પેટ્રોન ચીફ ડો.કિરીટભાઈ સોલંકી ઓલ ગુજરાત પિંચેક સિલાટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અરુણસાધુ,વાઈસ પ્રેસિડેન્ટ બદ્રીનાથ પાંડે,સેક્રેટરી ટિનક્રિષ્ના દાસ,ટેક્નિકલ ચેરમેન શ્રદ્ધા પટેલ વગેરેનો આભાર વ્યક્ત કરેલ.

જુઓ આ વિડીયો