પોરબંદર

તાજેતર માં દ્વારકા ખાતે યોજાયેલ 40 મી માસ્ટર એથલેટીક્સ સ્પર્ધામાં પોરબંદર ના વડીલો એ મેદાન મારી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

તા 27-28 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે 40મી સ્ટેટ માસ્ટર એથેલેટિક્સ ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી.જેમાં ઉંમરના આધારે અલગ-અલગ ઓપન સ્પોર્ટ્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા માં ૬૫ વરસ થી વધુ વય ની કેટેગરી માં વિનોદભાઈ માંકડિયા એ ત્રિપલ જંપ માં પ્રથમ આવી ગોલ્ડ મેડલ,ઉંચી કુદ માં સિલ્વર મેડલ,૨૦૦ મીટર રનીંગ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.તો જેઠાભાઈ પરબતભાઈ મોઢવાડિયા એ ઉંચી કુદ માં ગોલ્ડ હેમર થ્રો માં સિલ્વર મેડલ,કેશુભાઈ વાઘે ઉચી કુદ માં ગોલ્ડ,ભાલા ફેંક માં બ્રોન્ઝ અને ૧૦૦ મીટર રનીંગ માં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.જમનભાઈ બેરા એ ચક્રફેંક માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.તો 68 વર્ષીય સિનિયર સીટીઝન રસિકભાઈ પઢીયારે રાજ્ય માસ્ટર એથ્લેટીક્સમા 1500 મીટર અને 5000 મીટર દોડમાં ભાગ લઈ મેદાન મારી બન્ને દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.ઉપરાંત ક્રોસ કટિંગ સ્પર્ધા માં સિલ્વર મેડલ મેળવ્યો છે.

92 વર્ષીય વૃદ્ધે બે ગોલ્ડ મેડલ મેળવ્યા
92 વર્ષીય રમેશભાઈ ઝાલાએ 100 મીટર અને 200 મીટરની એમ બે દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી કુલ 2 ગોલ્ડમેડલ મેળવ્યા છે.તેઓએ અગાઉ ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટીક્સમા પણ 200 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.આગામી ફેબ્રુઆરીમા ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટીક્સ હૈદરાબાદ ખાતે યોજાશે.તેમાં પણ રમેશભાઈ ભાગ લેવા જશે.૭૫ વરસે જયારે લોકો નિવૃત હોય છે.ત્યારે રમેશભાઈ એ વિવિધ એથલેટીક્સ સ્પર્ધાઓ માં ભાગ લેવાનું શરુ કર્યું હતું.અને અત્યાર સુધીમાં રમેશભાઈ 13 ગોલ્ડ મેડલ મેળવી ચુક્યા છે.રમેશભાઈનો 92 વર્ષે પણ યુવાન જેવો જુસ્સો જોઈ લોકો સ્તબ્ધ થાય છે.આજે પણ તેઓએ પોતાનો નિત્યક્રમ જાળવી રાખી સવારે કસરત, વાંચન સહિતની પ્રવૃતિઓ કરે છે.તેમણે જણાવ્યું હતું કે,હેલ્ધી રહેવા માટે કસરત જરૂરી છે.લોકોએ સાદું ભોજન લેવું જોઈએ.

જુઓ આ વિડીયો