પોરબંદર
માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇ હાથ ધરાયુ હતુ.આ સફાઇ અભિયાન ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી હતી.જેમા એનસીસીના જુદી જુદી કેડેટ્સ દ્રારા ગણેશ વંદના, નાટક, ભરત નાટ્યમ, ગરબા રાસ, હરિયાણી ડાન્સ, યોગ ડાન્સ સહિત કાર્યક્રમ દ્રારા સફાઇનુ મહત્વ સમજાવવાની સાથે ધુમ્રપાન વ્યસનની થતિ અસરો નાટક દ્રારા રજુ કરવામા આવી હતી. કાર્યક્રમ બાદ સૈાએ માધવપુર બીચ ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવોની ઉપસ્થિતિમા માધવપુર ખાતે યોજાયેલ લોકમેળામા હજારોની સંખ્યામા પ્રવાસીઓ આવ્યા હતા.ત્યારે આ મહાનુભાવોએ પણ સ્વચ્છતાને મહત્વ આપી સૌને પ્રેરણા આપી હતી. મેળા બાદ સફાઇ અભિયાનના ભાગરૂપે ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલય દ્વારા પોરબંદરના માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇની કવાયત હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમા ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયના નેતૃત્વ હેઠળ જામનગર NCC ગ્રૂપ હેડક્વાર્ટર દ્વારા આ સફાઇ કામગીરી હાથ ધરાયુ હતુ.
આ કવાયત NCC દ્વારા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાથી મુક્ત સમુદ્રકાંઠા/બીચ અભિયાનના ભાગરૂપે છે અને આ વિસ્તારોને સ્વચ્છ રાખવાના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પુનિત સાગર અભિયાનનો ઉદ્દેશ સ્વચ્છ સમુદ્રકાંઠા/બીચના મહત્વનો સંદેશો સ્થાનિક લોકોમાં ફેલાવવાનો છે. પુનિત સાગર અભિયાન 2022નો પ્રારંભિક તબક્કો રાષ્ટ્રીય સમુદ્ર દિવસને ગુજરાતના NCC કેડેટ્સ દ્વારા ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. તેમ અરવિંદ કપુરે જણાવ્યુ હતુ.
કેડેટ્સ દ્વારા એકઠો કરવામાં આવેલો કચરો નિકાલ અને રિસાઇકલિંગની કામગીરી માટે પોરબંદર નગરપાલિકાને આપવમાં આવશે.
જુઓ આ વિડીયો