પોરબંદર

પોરબંદર ની ખાડી માં ચાર દિવસ પહેલા મળી આવેલ નવજાત બાળકી ના મૃતદેહ મામલે પોલીસે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.જયારે સગીરા ના પિતા પર બાળકી ની હત્યા કરવા અંગે ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરના કર્લી પુલ પાસે ખાડીમાંથી ગત તા ૧૧ ની મોડી સાંજે નવજાત બાળકી નો મૃતદેહ મળી આવ્યો હતો. જે બનાવ માં ઉદ્યોગનગર પોલીસે તપાસ માટે બે ટીમો બનાવી હતી.જે અંગે માહિતી આપતા પીએસઆઈ સોલંકી એ જણાવ્યું હતું કે શહેર ની તમામ મેટરનીટી હોસ્પિટલો ની તપાસ,ફીમેલ હેલ્થવર્કર્સ ની પુછપરછ અને તેમના તમામ રજીસ્ટર ની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં એવું સામે આવ્યું હતું કે હલીમા હોસ્પિટલમાં બાળકી ના જન્મ અંગે ની ડેટા એન્ટ્રી મોડી થઇ હતી.

આથી તેઓને શંકા જતા હોસ્પિટલના સ્ટાફ ની પુછપરછ માં એવું સામે આવ્યું હતું કે તા ૧૦ ની સાંજે રાણાવાવ ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી સગીરા એ બાળક ને જન્મ આપ્યો હતો.સગીરા કુંવારી હોવાથી સમાજ માં આબરૂ જશે તે બીક ના લીધે સગીરા ના પિતા એ બાળકી ના જન્મ ના બે કલાક બાદ જ તેને લઇ જઈ કર્લી પુલ પાસે આવેલ ખાડી માં ફેંકી હતી.જે મૃતદેહ તા ૧૧ ની સાંજે પાણી માં તરતો મળી આવ્યો હતો.જેથી પોલીસે નવજાત બાળકી ની હત્યા અંગે સગીરા ના પિતા સામે ગુન્હો નોંધ્યો છે.

તો બીજી તરફ સગીરા ની પુછપરછ માં એવું સામે આવ્યું છે કે રાણાવાવ ના ઠોયાણા ગામે રહેતો ભરત પાંચા મોરી તથા કોટડા ગામે રહેતો રોહિત ઉર્ફે લખમણ ભીમા મોરી એ અવારનવાર સગીરા ની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. જેથી સગીરા ને ગર્ભ રહી ગયો હતો અને ગર્ભ રહ્યો હોવાનું જાણવા છતાં પણ ભરતે સગીરા ની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સબંધ બાંધ્યો હતો.આથી પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ પોક્સો તથા બળાત્કાર ની કલમો વડે ગુન્હો નોંધ્યો છે.તો બીજી બાજુ તપાસ ચાલુ હોવાથી નવજાત બાળકી નો મૃતદેહ અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ ના કોલ્ડરૂમ માં રખાયો હતો જેની આજે સેવાભાવીઓ જીવનભાઈ જુંગી , લાલજી ગોસીયા,રામજીભાઈ મચ્છ , પ્રતાપભાઈ શેરાજી વગેરે એ તેની અંતિમવિધિ કરી હતી.
હોસ્પિટલ સામે પણ થશે કાર્યવાહી
સગીરા એ જ્યાં બાળકી ને જન્મ આપ્યો હતો તે હલીમા હોસ્પીટલે સમગ્ર બનાવ અંગે પોલીસ ને કોઈ જાણ કરી ન હતી.અને ઢાંકપિછોડો કર્યો હતો. આથી પોલીસે હોસ્પિટલ ના સ્ટાફ અને સંચાલક ના નિવેદન પણ લીધા છે અને તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે.

ઉદ્યોગનગર ના મહિલા પીએસઆઈ ની મહેનત રંગ લાવી

સમગ્ર ઘટના માં ઉદ્યોગનગર પોલીસ મથક ના પીએસઆઈ શીતલબેન સોલંકી એ સતત જહેમત ઉઠાવી હતી અને સમગ્ર મામલાની સાચી હકીકત જાણવા બે ટીમો બનાવી રાત દિવસ તમામ મેટરનીટી હોસ્પિટલો ના રજીસ્ટર ચેક કર્યા હતા ઉપરાંત આશા વર્કર બહેનો ની પણ પુછપરછ હાથ ધરી હતી.આમ પીએસઆઈ સહિતના સ્ટાફ ની સતત જેહમત ના કારણે જ બનાવ નો ભેદ ઉકેલાયો છે અન્યથા પોરબંદર જીલ્લા માં અગાઉ મળી આવેલ નવજાત બાળકો અંગે ના અનેક બનાવ માં ભેદ હજુ સુધી ઉકેલી શકાયા નથી.

જુઓ આ વિડીયો

સેવાભાવીઓ દ્વારા બાળકી ની અંતિમવિધિ કરાઈ જુઓ વિડીયો