પોરબંદર

પોરબંદર માં ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી પીજીવીસીએલનાં ના ત્રણ વીજપોલ ને હડફેટે લઇ અડધા લાખ નું નુકશાન કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર પીજીવીસીએલનાં ઉદ્યોગનગર સબ ડીવીઝન ના નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા ભગવાનભાઈ પુનાભાઈ રાડા (ઉવ ૫૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તા 6-4 ના રોજ બપોર ના સમયે ઉદ્યોગનગર વિસ્તાર માં ફેઈલ ની ઓરડી પાસે યુગાન્ડા સોસાયટી નજીક રસ્તા પર અજય રામજી જમોડ નામના ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી પીજીવીસીએલનાં ૧૧ કેવી ના બે સિમેન્ટ પોલ તથા એલટી લાઈન ના ૪૪૦ વોલ્ટ ના એક સિમેન્ટ પોલ ને ઠોકર મારતા ત્રણેય થાંભલા પડી ગયા હતા.આથી પીજીવીસીએલને રૂ ૪૩૫૧૭ નું નુકશાન થયું છે.પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ આ વિડીયો