પોરબંદર

પોરબંદર જીલ્લા કોંગ્રેસ પ્રમુખે પોલીસને બાતમી આપીને દરોડો પડાવતા ફાયર બિગ્રેડના ઈન્ચાર્જ ફાયર ઓફિસર સહિતના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.બનાવ ને પગલે ચકચાર મચી છે.

પોરબંદર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ગત રાત્રે માહિતી મળી હતી કે ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે મધરાતે દારૂ ની મહેફિલ ચાલી રહી છે.આથી તેઓએ બાતમી આપનાર પાસે થી મહેફિલ નો વિડીયો મંગાવ્યો હતો.જે વિડીયો નાથાભાઈ એ એસપી સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ ને મોકલી દરોડો પાડવા જણાવ્યું હતું.અને દરોડો નહી પાડવામાં આવે તો જનતા રેડ કરવાની પણ ચીમકી આપી હતી.

આથી પોલીસે રાત્રે પોણા બાર વાગ્યે દરોડો પાડતા બિલ્ડીંગના ઉપરના માળે વ્હીસ્કીની બોટલ ખુલી મળી આવી હતી. અને મુળ તાલાલા તથા હાલ ફાયર બિગ્રેડ ખાતે રહેતા ઈન્ચાર્જ ફાયર ઓફિસ રાજીવ કરશનભાઈ ગોહેલ (ઉ.વ. ૩૦) તથા મૂળ મેંદરડાના સીમાસી ગામના તથા હાલ ફાયર બિગ્રેડમાં ફાયરમેન-કમ-ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રવિ ગોરધનભાઈ ચુડાસમા (ઉ.વ. ૨૫),બોખીરા મહેર સમાજ પાસે રહેતા અને ફાયર બિગ્રેડની એમ્બ્યુલન્સ વાનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સંજય અરજનભાઈ દીવરાણીયા (ઉ.વ. ૩૪)તથા બહાર થી આવેલ કડીયા પ્લોટ શેરી નં. ૨ માં રહેતા પરેશ ઉર્ફે પલો આનંદજીભાઈ જોશીને દારૂ ની મહેફિલ માણતા બોટલ સાથે નશાની હાલતમાં રંગે હાથ ઝડપી લીધા હતા.ત્યાર બાદ ગુન્હાની તપાસ દરમ્યાન આ દારૂની મહેફીલ માણી રહેલ શખ્સોને  દારૂ લઈ આપીને મદદગારી કરનાર આરોપી વિશાલ રામભાઈ ગોહિલ ઉવ.૩૪ રહે.ભારતીય વિધ્યાલય પાસે ડોક્ટર હાથીના દવાખાના પાસે પોરબંદર વાળાનું નામ ખુલવા પામતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.

અને સ્થળ પર થી ગ્લાસ વ્હીસ્કીની ખુલેલ બોટલ વગેરે મુદામાલ કબ્જે કર્યો હતો.દારૂ ની પાર્ટી અંગે નો વિડીયો સોશ્યલ મીડિયા માં પણ વાઈરલ થયો હતો.નાથાભાઈ એ જણાવ્યું હતું કે અહી અવારનવાર દારૂ ની મહેફિલ યોજાય છે જે અંગે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી.પરંતુ તે વખત પુરાવા ન હતા આ વખતે વિડીયો પણ આવતા પુરાવા સાથે પોલીસ ને રજૂઆત કરી હતી.તેઓએ એવું પણ જણાવ્યું હતું કે નશા ની હાલત માં કર્મચારીઓ આગ ને કન્ટ્રોલ કરે કે પોતાને કરે અથવા એમ્બ્યુલન્સ માં દર્દી ને ઈમરજન્સી માં લઇ જવાનો હોય ત્યારે નશા ની હાલત માં ડ્રાઈવર કઈ રીતે એમ્બ્યુલન્સ ચલાવી શકે.આથી આવા કર્મચારીઓ ને સસ્પેન્ડ કરવા પણ તેઓએ માંગ કરી હતી.

જુઓ આ વિડીયો