પોરબંદર

પોરબંદર પીજીવીસીએલ દ્વારા ઘેડ પંથક સહીત ના વિસ્તારો માં વીજ ચેકિંગ હાથ ધરી ૧૬૧ કનેક્શન માં થી વીજચોરી ઝડપી લઇ વીજચોરો ને રૂ ૨૫ લાખ નો દંડ ફટકાર્યો છે.

પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ ના માંગરોળ ડીવીઝન હેઠળ આવતા વધુ વિજ લોસ ધરાવતા ફીડરો માં વિજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં માંગરોળ તાલુકા ના માનખેત્રા,રુદ્દલપુર,ગોરેજ,આજક, આંત્રોલી,વાડલા,મેખડી,થલી,વિરોલ,ઘોડાદર,સરમા,તેમજ માળીયા હાટીના તાલુકા ના પીપળવા,છાપરી,લાડુડી, ખોરાસા ગડુ,ચોરવાડ અને કણેક તેમજ પોરબંદર તાલુકા ના કડછ,ગોરસર,ચીંગરીયા,મંડેર,પાતા,મોચા વગેરે માં વહેલી સવારે એસઆરપી તથા પોલીસ બંદોબસ્ત સાથે વિજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જે અન્વયે રહેણાંક હેતુ ના ૧૧૨૦ વિજ જોડાણો, વાણીજ્ય હેતુના ૧૧૫ વિજ જોડાણો, ઔદ્યોગિક હેતુના ૭ વિજ જોડાણો અને ખેતીવાડી ના ૪૨ વિજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા.જેમાં રહેણાંક હેતુ ના ૧૫૪ વિજ જોડાણો માં તથા વાણીજ્ય હેતુના ૧ વિજ જોડાણ માં અને ખેતીવાડી ના ૬ વિજ જોડાણો માં ગેરરીતી માલુમ પડતા ગેરરીતી કરનાર ને ર૪.૮૩ લાખ ના દંડનીય પુરવણી બીલો આપવામાં આવ્યા છે.જેના પગલે વીજચોરો માં ફફડાટ જોવા મળે છે.હાલ માં પીજીવીસીએલ ની પોરબંદર વર્તુળ કચેરી હેઠળ વીજલોસ નું પ્રમાણ વધવા પામ્યું છે.વિજચોરીના કારણે તંત્ર ને ભોગવવો પડતો વિજલોસ ઘટાડવા સતત વિજ ચેકિંગ ડ્રાઈવો યોજવામાં આવશે તેવું પણ અધિકારી એ જણાવ્યું છે.

જુઓ આ વિડીયો