પોરબંદર

પોરબંદરના લકડીબંદર રોડ પર એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી.જે અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ ની ટીમે 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

પોરબંદર ના લકડી બંદર રોડ પર આવેલ પટેલ એન્ટરપ્રાઈઝ નામના ભંગાર ના ગોડાઉન માં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.જે અંગે જાણ થતા ફાયર ઓફિસર રાજીવ ગોહેલના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવર ગાંગાભાઈ ઓડેદરા,ફાયરમેન પ્રદીપ ચાવડા,નિમેષ ગોહેલ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.અને પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.ગોડાઉનમાં ભંગારની ચીજો હોવાથી આગ વધુ પ્રસરી હતી.જેથી એક કલાક સુધી પાણી નો મારો ચલાવ્યા બાદ આગ કાબુ માં આવી હતી.ગોડાઉનના માલિકે જણાવ્યું હતું કે,ગોડાઉન નજીક રહેલા કચરાના ઢગલામાં કોઈએ આગ લગાડી હતી.જે પ્રસરી જતા નજીક માં રહેલા વીજ વાયરો સુધી પહોંચી હતી.જેથી ગોડાઉનમાં શોટ સર્કિટ થતા આગ લાગી હતી.જેમાં ભંગાર સહિતનો સમાન બળી ગયો હતો.

જુઓ આ વિડીયો