પોરબંદર

પોરબંદરના રાણીબાગ નજીક એસટી બસમાં એકાએક આગ લાગતા અફડાતફડી નો માહોલ સર્જાયો હતો જો કે બાદ માં આ મોકડ્રિલ જાહેર થતા સૌએ રાહત નો શ્વાસ લીધો છે
એસટી બસમાં આગ લાગે તો આગ બુઝાવવા એસટી વિભાગના ડ્રાઇવર સહિત વિવિધ વિભાગો કેટલા સક્રિય છે અને કેટલી વારમાં ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવે છે તે જાણવા માટે પોરબંદર એસટી અને ડીઝાસ્ટર વિભાગ દ્વારા એસટી બસમાં આગ અંગેની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં એસટી બસ ડીઝલ પુરાવવા રાણીબાગ વિસ્તારમાં આવેલ હોમગાર્ડ ઓફિસ નજીક પહોંચતા બસમાં શોટ સર્કિટ થતા આગ લાગી હતી.અને બસના ડ્રાઇવરે આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો જ્યારે બસના કંડક્ટરે ડેપો મેનેજરને ફોન કરી જાણ કરી હતી જેથી ડેપો મેનેજર દ્વારા તુરંત ફાયરબ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને ટ્રાફિક શાખાને જાણ કરી હતી. જેથી તે તમામ ટીમો તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી.અને ફાયરબ્રિગેડ ની ટીમે આગ બુઝાવવા કાર્યવાહી હાથ ધરી હતી આ મોકડ્રિલ હોમગાર્ડ સેકન્ડ ઇન કમાન્ડ ત્રિલોકકુમાર ઠાકર તેમજ ડિઝાસ્ટર શાખાના ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.

જુઓ આ વિડીયો