પોરબંદર

પોરબંદર ના મેમણવાડા વિસ્તાર માં વાંરવાર ગૌધન સહીત પશુઓ પર હુમલા થઇ રહ્યા હોવાનું જણાવી આ વિસ્તાર માં સીસીટીવી કેમેરા લગાડવા,પોલીસચોકી ફાળવવા ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરાઈ છે.

પોરબંદર વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારા એસપી ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે પોરબંદર ના મેમણવાડા, વિરડી વાસ,ચુનાના ભઠ્ઠા,ખત્રીવાડ,વાલ્મીકી વિસ્તાર વગેરે સંવેદનશીલ વિસ્તારોમાં ગાય ઉપર એસિડ વડે હુમલાઓ, તીક્ષણ હથિયારો ના હુમલાઓ છાશવારે થતા હોય,અગાઉ અને તાજેતરમાં પણ હિન્દુ સમાજની પુજનીય ગૌમાતા ને મારી નાખવાના કાવતરા ના ભાગરૂપે ગંભીર ઈજાઓ કરવામાં આવી છે.તેમજ આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ ધમધમી રહી છે.તેમજ આ વિસ્તારોમાં વારંવાર હિન્દુ સમાજના તહેવારોમાં નાના-મોટા છમકલા બનતા રહે છે.

નાના છમકલાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને કોમી રમખાણો ફાટી નીકળે તે પહેલા આગમચેતીના ભાગરૂપે આ વિસ્તારોમાં સીસી. ટીવી કેમેરા લગાડવા તેમજ આ વિસ્તારોમાં યોગ્ય જગ્યાએ કાયમી પોલીસ ચોકી બનાવવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.ઉપરાંત પોલીસ પેટ્રોલીંગ વધારવા પણ રજૂઆત માં જણાવ્યું છે.તો બીજી તરફ સોરઠીયા રબારી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પણ એસપી ને આવેદન પાઠવી ગૌમાતા પર એસીડ એટેક કરનાર અસામાજિક તત્વો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી છે.આવેદન પાઠવવામાં વિહિપ ના નીલેશ કિશોર તથા રબારી સમાજ ના દેવાભાઈ મોરી સહીત મોટી સંખ્યા માં વિહિપ બજરંગદળ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ આ વિડીયો