પોરબંદર

પોરબંદરના ગોપનાથ મંદિરનો 75મો પાટોત્સવ ઉજવાયો હતો.જેમા હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞ તથા પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમ માં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તેમજ રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

પોરબંદરમાં ગોપનાથ મહાદેવના મંદિરે 75મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.પ્રજાવત્સલ મહારાજા શ્રી નટવરસિંહજી દ્વારા આ મંદિર ૨૦/૩/૧૯૪૮ ના રોજ ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનોનું ટ્રસ્ટ બનાવીને અર્પણ કરવામાં આવ્યું હતું.તે દિવસ થી નટવરસિંહજી ને ખાસ યાદ રાખવા હોમાત્મક લઘુરુદ્ર સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.દર વર્ષની જેમ આ વખતે પણ આ દિવસે મંદિરના ટ્રસ્ટીઓ તથા સમસ્ત બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા એક કુંડી હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞ તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કથાકાર રમેશભાઈ ઓઝા તથા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.અને મંદિર ના પટાંગણ માં સ્થાપિત કરવામાં આવેલ મહારાણા નટવરસિંહજીની પ્રતિમાને પુષ્પ હાર પહેરાવી યાદ કર્યા હતા.બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા રાજપૂત સમાજના આગેવાનોને પુષ્પગુરછ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

જુઓ આ વિડીયો