પોરબંદર

પોરબંદર નાં બોખીરા જનકપુરી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ જનકપુરી અને શિવાલીક સોસાયટીઓ માં 600 જેટલા પરિવારો વસવાટ કરે છે.આ સોસાયટીઓ પાલિકા માં નવી ભળી હોવાથી અહી પીવાના પાણીની લાઇન ન હોવાથી ટેન્કર મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું.સ્થાનિકોની રજૂઆતને ધ્યાને રાખી આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન ની કામગીરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.વોર્ડ નં 1 નાં સુધરાઈ સભ્ય કેશુભાઈ બોખીરીયા એ જણાવ્યું હતું કે રૂ. 25 લાખના ખર્ચે એક માસ દરમ્યાન પાઇપ લાઈનની કામગીરી પૂર્ણ થશે.ત્યાર બાદ સ્થાનિકોને પાણીનાં કનેક્શન આપવામાં આવશે.અને ઘરે ઘરે પીવાનું પાણી મળતું થશે.આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા,હિતેશભાઈ કારીયા  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિકો બહેનોના હસ્તે શ્રીફળ વધારી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જુઓ આ વિડીયો