પોરબંદર

રાણાવાવ તથા જામનગરનો પરિવાર કાંટેલા ગામે ધાર્મિક શિબિરમાં આવ્યો હતો.ત્યાર બાદ બન્ને પરિવારના સભ્યો કુછડી ગામે આવેલ દરિયા કિનારે ફોટા લેતી વખતે દરિયાના મોજામાં તણાઈ ગયો હતો.જેમાંથી 8 લોકો નો બચાવ થયો છે.8 વર્ષીય બાળક પાણીમાં ગરકાવ થતા તેની શોધખોળ ચાલી રહી હતી જે દરમ્યાન ગત રાત્રે દોઢ વાગ્યે તેનો મૃતદેહ ફાયરબ્રિગેડ ની ટિમ ને મળી આવ્યો હતો.

જામનગરના અલ્પેશભાઈ કાંતિલાલ ત્રિવેદી તેમના પત્ની શીતલબેન,પુત્રીઓ ગોપીબેન(ઉવ ૨૨)અને કિંજલ તથા ધ્રુવ(ઉવ 9) તથા પરિવારના જ દિપકભાઈ, કશ્યપભાઈ સહિત રાણાવાવ રહેતા અલ્પેશભાઈના બહેન ભાવનાબેન દિનેશભાઇ પુરોહિત ને ત્યાં આવ્યા હતા.અને કાંટેલા ગામે ત્રણ દિવસીય ધાર્મિક શિબિરનું આયોજન થયું હોવાથી બન્ને પરિવારો કાંટેલા ખાતે ગયા હતા.ત્યાં શિબિર માં હાજરી આપ્યા બાદ આજે સોમવારે સવારે બન્ને પરિવાર કુછડી ગામે આવેલ ખીમેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો હતો.અને દર્શન કર્યા બાદ મંદિર ની પાછળ ના ભાગે આવેલ દરિયા કિનારે પહોંચ્યો હતો.જ્યા આ બન્ને પરિવારના કુલ 11 સભ્યો માંથી 9 સભ્ય દરિયાના પાણીમાં પગ બોળવા તથા ફોટોગ્રાફી કરવા ગયા હતા.

તે દરમ્યાન દરિયાનું તોફાની મોજું આવતા તમામ સભ્યો પાણીમાં તણાયા હતા.જેથી આ પરિવારના બહાર ઉભેલા દીપકભાઈ અને કશ્યપભાઈ ત્રિવેદી તુરંત ત્યાં દોડી ગયા હતા.અને સાંકળ બનાવી ને 8 લોકો ને દરિયામા તણાતાં બચાવી લીધો હતો.પરંતુ અલ્પેશભાઈ નો પુત્ર ધ્રુવ દરિયાના તોફાની મોજા માં તણાઈ ગયો હતો.પાણીમાં ડૂબવાના કારણે ગોપીબેન અલ્પેશ ત્રિવેદી તથા ભાવનાબેન દિનેશ પુરોહિતની સ્થિતિ લથડતા તેઓને 108 મારફત પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ધ્રુવ ની દરિયામાં શોધખોળ કરવામાં આવી હતી જેમાં મોડી રાત્રે દોઢેક વાગ્યે ધ્રુવ નો મૃતદેહ મળી આવ્યો હતો..બે બહેનો ના એક ના એક ભાઈ ધ્રુવ નું મોત થતા સમગ્ર પરિવાર માં શોક નો માહોલ છવાયો છે.અલ્પેશભાઈ જામનગર માં ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.તેના એક ભાઈ પોરબંદર ખાતે એડવોકેટ હોવાનું તથા એક ભાઈ ખંભાળિયા રહેતા હોવાનું જાણવા મળે છે

જુઓ આ વિડીયો