પોરબંદર

દ્વારકા નજીક દરિયા માં ફિશિંગ કરી રહેલા ખલાસી ની તબિયત લથડતા કોસ્ટગાર્ડ ની ઇન્ટરસેપ્ટર બોટ તુરંત ત્યાં દોડી ગઈ હતી.અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે દ્વારકા ની હોસ્પીટલે ખસેડ્યો હતો.

કોસ્ટગાર્ડ ની ચાર્લી -૪૧૩ નામની ઇન્ટરસેપ્ટર બોટ અરબી સમુદ્ર માં પેટ્રોલિંગ કરી રહી હતી.ત્યારે  દ્વારકા નજીક દરિયામાં ફિશિંગ કરી રહેલી  પવનરાજ નામની બોટના ખલાસીઓ દ્વારા તે બોટ નો ખલાસી બીમાર હોવાથી મદદ માંગતા ઇન્ટરસેપ્ટર બોટ તુરંત તબીબી ટીમ સાથે ત્યાં પહોંચી ગઈ હતી.અને જઈ ને જોતા બોટ માં ૩૮ વર્ષીય ખલાસી હ્રદયરોગ ના હુમલા ના કારણે બેભાન થઈ ગયો હતો.જેથી તેને પ્રાથમિક સારવાર અને જરૂરી તબીબી સહાય આપી હતી.અને વધુ સારવાર અર્થે દ્વારકા ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.