પોરબંદર

પોરબંદર મા ઉમ્મતી & ઉન્નતિ એજ્યુકેશન (યુ.& યુ.) ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવા મા આવી રહ્યા છે.
જેમાં જરૂરતમંદ લોકો ને રાસન કીટ, મેડિકલ કેમ્પ,હિજામાં કેમ્પ,તદ્દન નજીવા ચાર્જ એ રાહત દવાખાના એ ઉપરાંત સમૂહ શાદી સહીત અનેક કાર્ય કરવામા આવી રહ્યા છે.જેમાં આ વર્ષે પણ ભવ્ય સમૂહ શાદીનું આયોજન કરાયું હતું.

શનિવાર ની રાત્રે મુંબઈ ના મશહૂર નાતખ્વા હઝરત સય્યદ કારી અબ્દુલવસી સાહેબ પધાર્યા હતા.અને પોતાના સુરીલા અંદાજ થી નાતો મનકબત પડી સાથે અલી અલી નો ઝિક્ર કરી લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.અને અમદાવાદ બડી મસ્જિદ થી આવેલ માૈલાના અબ્દુલ ગફાર સાહેબે ખાસ દુઆ કરી હતી.તથા રવિવાર સવાર ના હઝરત બુખારીશાહ પીર ની દરગાહ થી 27 દુલ્હા એક સાથે જુલુસ સ્વરૂપે જનાબ ઈસમાઇલ ભાઈ સુમરા પોતાની સુરીલી અવાઝ મા નાત મનકબત નો ઝિક્ર કરતા કરતા નગીના મસ્જિદ મા નિકાહ પઢવા 27 દુલ્હા આવ્યા હતા.

જેમાં કાઝી એ પોરબંદર હઝરત  વાસીફ રઝા સાહેબ એ લોકો ને નિકાહ પ્રત્યે માર્ગદર્શન આપી નિકાહ નો મહત્વ સમજાવેલ અને સય્યદ હઝરત હાફિઝ સાઅદત અલી બાપુ,હઝરત સય્યદ હુસેન બાપુ,હઝરત સય્યદ ગુલામ બાપુ, હાફિઝ,ઈલયાસ સહીત ના ધર્મગુરુઓ એ 27 દુલ્હા ઓને  નિકાહ પડાવેલ.સૈયદ ઇકબાલ બાપુ તિરમીઝી એ તમામ દુલ્હા દુલહન ને પોતાની દુઆઓ આપેલ અને યુ.& યુ ટ્રસ્ટ ની સમગ્ર ટીમ ને મુબારક બાદ આપેલ.

મુસ્લિમ સમાજ ના આગેવાનો એ સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ટ્રસ્ટ ના પ્રમુખ એજાજભાઈ લોધીયા, ઉપપ્રમુખ હાજી યાસીનભાઈ એબાણી ટ્રસ્ટી મેહબૂબખાન બેલીમ ટ્રસ્ટી આરીફભાઈ રાઠોડ તથા સમગ્ર ટીમ ને મુબારક બાદ આપેલ.નગર પાલીકા દ્વારા તમામ દુલ્હા ને નિકાહ સર્ટીફિકેટ આપવામા આવેલ.
રવિવારે બપોર (નિયાઝ) ના ભવ્ય જમણવાર નો આયોજન કરેલ. 27 દુલ્હા દુલ્હન સહીત મેહમાનો ને જમાડવા આવેલ.કરિયાવર રૂપે અંદાજિત 84 જેટલી વસ્તુ આપવામા આવી .
ટ્રસ્ટ ના આગેવાનો એ જણાવેલ કે સમાજ મા કુરિવાજો એટલે કે દાંડિયારાસ ડી.જે. જેવા ખોટા ખર્ચા રૂપ સ્વરૂપે કુરિવાજો ને નાબૂદ કરવા માટે સમૂહ શાદી નો આયોજન કરવામા આવે છે.
આ આયોજન ને સફળબનવવા ઉમ્મતી & ઉન્નતિ એજ્યુકેશન & ચેરિટેબલ ના પ્રમુખ એજાજ ભાઈ લોધીયા, ઉપપ્રમુખ હાજી યાસીન ભાઈ એબાણી,ટ્રસ્ટી મેહબૂબખાન બેલીમ,ટ્રસ્ટી આરીફ ભાઈ રાઠોડ, નાઝીમ ભાઈ લાલ, યુનુસ ભાઈ પઠાણ, અમીન ભાઈ ગડન, અબ્દુલ રાવડા, અલ્તાફ ભાઈ, હમઝા હામદાણી યુનુસ પરમાર અસ્ફાક લોધીયા આદિલભાઈ ઈમરાન રાઠોડ શબીર રાઠોડ હારુન ૫રમાર અકરમ રાજુ જોખીયા દાદુ પરમાર સહિત લોકો એ જેહમત ઉઠાવી ને આ નેક કાર્ય ને સફળ બનાવેલ.