પોરબંદર

આપો મોકો તમારા લોહી ને કોઈ ની નસો મા વહેવાનો બસ આ એક જ રસ્તો છે કોઈના શરીરમાં જીવવાનો..
“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

WWF-India ના સ્ટેટ પ્રોજેકટ અધિકારી ધવલભાઈ જુંગી એ પોતાના જન્મ દિવસે નિમિતે પોરબંદર શહેર માં રક્તદાન કેમ્પ હાથ ધરી માનવતા નું ખૂબ જ શ્રેષ્ઠ ઉદાહણ પૂરું પાડ્યું છે.આપણા દેશમાં ૪ કરોડ યુનિટ લોહીની જરૂરિયાત સામે,માત્ર ૪૦ લાખ યુનિટ લોહી મળે છે અને દર ત્રીજી સેકન્ડે, કોઈ ને કોઈને લોહીની જરૂર પડે છે.પોરબંદર જીલ્લા ની વાત કરીએ તો અંદાજે ૨૦૦ થી વધારે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે.જ્યારે હજારો ની સંખ્યા માં જરૂરિયાતમંદ દર્દીઓ છે.રકતદાન એ જીવાદોરી છે.અને સ્વૈચ્છિક રક્તદાન ની કિંમત ત્યારે જ સમજાય જ્યારે તેની જરૂર આપણા નજીકનાં વહાલનું જીવન બચાવવા માટે પડે.એક રક્તદાન થકી ૩ અમૂલ્ય જિંદગી બચાવી શકાય છે.ત્યારે આ સમગ્ર પરિસ્થિતી ને ધ્યાને લઈ સ્ટેટ પ્રોજેક્ટ અધિકારીએ રચનાત્મક નિણર્ય લઈ તેઓએ તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજ માટે ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

WWF-India દેશ ની અગ્રણી સંરક્ષણ સંસ્થા છે જે છેલ્લા ૫૦ વર્ષથી દેશ નાં અલગ અલગ રાજ્યો માં વન્યજીવો અને પર્યાવરણ ના સંરક્ષણ માટે ચિંતિત અને કાર્યરત છે.ત્યારે આ જ સંસ્થાના સેવાભાવી અને લોકો માટે ચિંતિત એવા સ્ટેટ પ્રોજેક્ટ અધિકારી અને પોરબંદર ખારવા સમાજ ના નવયુવાન ધવલભાઈ જુંગીએ તા. ૧૮ મેં ના રોજ તેમના ૨૭ માં જન્મદિવસ નિમિતે ખારવા વિધાર્થી ભવન ખાતે મહારક્તદાન કેમ્પ હાથ ધરી માનવતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.આ તકે ધવલભાઈ એ જણાવાયું હતું કે આ કાર્ય ને સફળવા બનાવવા મારા સમગ્ર પરિવાર તેમજ મિત્રગણ એ ભારે જહેમત ઉઠાવી હતી.
વધુ માં, ધવલભાઈ એ જણાવ્યું હતું કે મીડિયા માં પ્રસારિત કરવા પાછળ નો ઉદ્દેશ્ય એક જ છે કે આજનાં સમય માં હજારો દર્દીઓ તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો રક્તની અછત ને કારણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે. તેથી આજની પેઢી આ પ્રકારના કાર્યથી પ્રેરિત થઈ ને જન્મદિવસ પાછળ ખોટા ખર્ચા કરવાને બદલે આ પ્રકાર ના સેવાના કાર્યો તરફ વળે જેથી હજારો જીંદગી બચાવી શકાય છે.અંતે આ સરાહનીય કાર્ય બદલ સમગ્ર સમાજના લોકો તેમજ અગ્રણીઓ તેમને બિરદાવ્યા હતાં તેમજ અભિનંદન પાઠવ્યા હતા.સ્ટેટ પ્રોજેક્ટ અધિકારી એ આ કાર્યક્રમની સફળતા નું શ્રેય તમામ રક્તદાતાઓ ને આપ્યું હતું.અને તમામ રક્તદાતાઓ નો હ્રદય પૂર્વંક આભાર વ્યક્ત કર્યો હતો.