પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર માં મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે.જેનું કારણ ટીપી ના નિયમો ને નેવે મૂકી થતા બાંધકામ હોવાનું જણાવી સામાજિક કાર્યકર દ્વારા તકેદારી ના પગલા લેવા કલેકટર ને રજૂઆત કરી છે.

પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઈ સવજાણી એ કલેકટર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે શહેરના મુખ્ય માર્ગ તેમજ પોશ એરીયામાં દિન-પ્રતીદિન જુની બિલ્ડીંગો પાડી તે સ્થળે નવા કોમર્શીયલ તથા રહેણાક બાંધકામની કામગીરી ચાલુ છે,ભુતકાળમાં આવા બાંધકામો કરનાર દ્વારા નગર સેવા સદનના ટાઉન પ્લાનીંગમાં નિયમોના ખુલ્લે આમ ભંગ કરી મંજુર કરેલ પ્લાનમાં દર્શાવેલ પાર્કીંગની જગ્યામાં તેમજ બાથરૂમ-ટોઈલેટ વિગેરે સુવિધા મુકવાના સ્થળે ગેરકાયદેસર બાંધકામો ઉભા કરી દુકાનો અને મકાનો બનાવી નાખેલ છે.જેના કારણે મુખ્ય બજારો,રહેણાકના પોશ એરીયા જેવા કે વાડી પ્લોટ,ભોજેશ્વર પ્લોટ,રાવલીયા પ્લોટ વિગેરે અન્ય વિસ્તારોમાં ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ ઉભી થવા પામેલ છે.

તેથી ભવિષ્યમાં આવુ ના બને તેના માટે તકેદારીના પગલા લેવા ખુબજ જરૂરી બને છે.જેમા પ્રથમ મોટા ભાગની પરવાનગીઓ બહુમતીના જોરે મંજુર કરાય છે.તેમા જરૂરી એફ.એસ.આઈ તેમજ પાર્કિંગની જગ્યા,વોશરૂમની જગ્યા વિગેરે માં પણ ગેરકાયદેસર બાંધકામ કરી વેચી દેવામાં આવી રહી છે.હાલના બાધંકામના પ્રર્વતમાન નિયમ મુજબ ઓનલાઈ બાંધકામ પ્લાન એફ.એસ.આઈના કાયદા તથા નિમય મુજબ મંજુર કરાવીને બાંધકામ પરવાનગીઓ મેળવવવામાં ની રહે છે.

પરંતુ અમુક બિલ્ડરો દ્વારા આવા મંજુર થયેલ પ્લાન મુજબ બાંધકામ કરતા,કરાવતા નથી અને પોતાને નાણાકીય લાભ મળે તે માટે ગેરકાયદેસરના બાંધકામો મંજુર થયેલ પ્લાન વિરૂધ્ધના બાંધકામો કરાવી ને પોતાના સ્વાર્થ માટે જાહેર જનતા તેમજ ટ્રાફીક નિયમનને હાની પહોચાડી રહેલ છે.આ રીતે ખુલ્લે આમ ટાઉન પ્લાનીંગના નિયમનું ભંગ કરી થતા બાંધકામ ને અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવા તેમજ આવા ગેરકાયદેસર,ટાઉન પ્લાનીંગના નિયમો વિરૂધ્ધ થયેલ બાંધકામમાં કમ્પ્લીશન સર્ટીફીકેટ ઈશ્યુ ન કરવા અને ફાયર સેફટીની સુવિધા પણ આવા ગેરકાયદેસર બાંધકામમાં ન આપવા તેમજ વોટર કનેકશન તથા ઈલેકટ્રીક કનેકશન માટે નો ઓબ્જેકશન સર્ટીફીકેટ ઈશ્યુ ન કરવા તેમજ આવા નિયમ વિરૂધ્ધના થયેલ બાંધકામ સામે કાનુની રાહે,ફોજદારી રાહે પગલા લેવા માંગણી કરી છે.વધુ માં જણાવ્યું છે કે  આ બાબતે કલેકટર થોડા સ્ટ્રીક્ટ થશે તો આવા ગેરકાયદેસર બાંધકામો,પાર્કીંગની સુવિધાઓ તેમજ અન્ય સુવિધાઓમાં થતા અટકશે અને ભવિષ્યમાં ટ્રાફીકની સમસ્યાઓ ઉભી ન થાય તેમજ મુખ્ય બજાર તથા પોશ એરીયામાં પ્રજા મુશ્કેલીમાં ન મુકાય અને તમામ પ્રકારની સુવિધાઓ જળવાઈ રહે તેના માટે જરૂરી હુકમ થવા રજૂઆત માં જણાવ્યું છે.