પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા બે કોમર્શીયલ અને એક રહેણાંક મળી વધુ ત્રણ મિલ્કત સીલ કરાઈ છે.

પોરબંદર પાલિકા દ્વારા બાકી નીકળતો વેરો વસુલવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.અને લાંબા સમય થી વેરો બાકી હોય તેવી મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.જેમાં અગાઉ ૧૮ મિલ્કત સીલ કર્યા બાદ હાઉસટેક્સ ઇન્સ્પેકટર વિપુલ ભટ્ટ, કમલેશ અમલાણી સહિતની ટીમ દ્વારા 5 જેટલી મિલકત સીલ કરવાનું આયોજન કરાયું હતું.જેમાં બે મિલ્કત ધારકો એ સ્થળ પર જ બાકી નીકળતા વેરા ની રકમ રૂ ૮૨૦૦૦ ભરી દેતા ત્યાં સીલ મારવામાં આવ્યું ન હતું. જયારે એસટી રોડ અને ઝુરીબાગ રોડ પરની આવેલ બે કોમર્શિયલ મિલકત તથા છાયા ચોકી વિસ્તારમા આવેલ એક રહેણાંક મિલકત મળી કુલ 3 મિલકત સીલ કરવામાં આવી હતી.