ફાઈલ તસ્વીર

પોરબંદર

પોરબંદર ની મિયાણી ચેકપોસ્ટ ખાતે લાંચ લેતા ઝડપાયેલ મહિલા એ એસ આઈ ના જામીન નામંજૂર કરાયા છે.

પોરબંદરના મીયાણી ગામ નજીક આવેલી મીયાણી મરીન ચેકપોસ્ટ પર વાહનચાલકો પાસે થી ઉઘરાણા થતા હોવાની  તેવી બાતમી જુનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી.તેથી એ.સી.બી.ની ટીમે તપાસ હાથ ધરીને છટકું ગોઠવતા આસીસ્ટન્ટ મહિલા સબ ઇન્સપેકટર રૂડીબેન નથુભાઇ ઓડેદરાને વાહન ચાલક પાસેથી ૫૦૦ રૂ.ની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા હતા.

આ બનાવમાં ઇન્સ્પેકટર પી.બી. ગઢવી,એ.સી.બી. પોલીસ સ્ટેશન જુનાગઢે ડીકોયર તરીકે બખરલાના લખમણભાઈ ભીખાભાઇ ખૂંટીને સાથે રાખી લાંચના ડિકોયર છટકાનું આયોજન કરતા જેમાં ડિકોયરને પોતાના ભાઇ રામભાઇની ભેંસો બખરલા ગામેથી ભોગાત ગામે મૂકવા જવાનું હોવાથી આક્ષેપિતની મીંયાણી ખાતે આવેલ પોલીસ ચેકપોસ્ટ ખાતેથી પસાર થવાનું હોવાથી તેઓ પાસે આક્ષેપિત રૂપિયા ૨૦૦ થી ૧૫૦૦ સુધીની માંગણી કરેલ તેવી શક્યતા જણાતા હોઇ ડિકોયરની સંમતિ મેળવી ટ્રેપની રૂપિયા ૧૫૦૦ ડિકોયરને આપેલ.

વોઇસ રેકોર્ડર તથા ઓડિયો-વિડિયો રેકોર્ડરનો ઉપયોગ કરી મીંચાણી ચેકચોસ્ટ ખાતે લાંચના ડિકોટો છટકાનું આયોજન કરેલ.જેમાં આક્ષેપિત ડિકોયર સાથે ડિકોયરનો ભેંસો ભરેલ ટ્રક જવા દેવા બાબતે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૫૦૦ ની માંગણી કરી પંચ નં-૧ તથા ચાલુ વોઇસ રેકોર્ડર તથા ઓડિયો-વિડીયો રેકોર્ડરની હાજરીમાં આક્ષેપિતે ડિકોયર પાસે લાંચની રકમ ૫૦૦ સ્વીકારી લાંચ લેવાનો ગુન્હો કર્યો હતો.

આ કામમાં પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા રજૂ કરેલ તેમજ તેઓની ધારદાર દલીલોને ધ્યાને લઈને પોરબંદરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. પંચાલ દ્વારા આ કામન રૂડીબેન નથુભાઇ ઓડેદરાના જામીન નામંજૂર કરી જેલ હવાલે મોકલી આપેલ છે.