પોરબંદર

નાસિક ખાતે આયોજિત લોહાણા મહાપરીષદ ની કારોબારી સભા દરમ્યાન પોરબંદર ના મહિલા ને પ્રતિભાશાળી મહિલા નો એવોર્ડ એનાયત કર્યો હતો.

અખિલ વિશ્વ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પોરબંદર રઘુવંશી સમાજનાં પ્રતિભાશાળી મહિલાનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે.વિશ્વભરનાં રઘુવંશી સમાજની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની કારોબારી સભાનું મહારાષ્ટ્રનાં નાશિક મુકામે આયોજન થયેલ.આ ત્રિદિવસીય મિટીંગ તારીખ 17 થી 19 જૂન 2022નાં હતી.જેમાં જ્ઞાતિલક્ષી ચર્ચા અને આયોજન ઉપરાંત જુદા જુદા વિભાગ મુજબ જ્ઞાતિ શ્રેષ્ઠીઓનાં સન્માન અને એવોર્ડનો પણ કાર્યક્રમ હતો.

પોરબંદર રઘુવંશી સમાજનાં રિધ્ધિ ગોકાણી માખેચાને આ સમારોહમાં વિશિષ્ટ મહિલા પ્રતિભાનાં એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા હતા.આજ વિભાગમાં લિજજત પાપડનાં માધ્યમથી અનેક પરિવારને રોજગાર પૂરો પાડનાર પદ્મશ્રીથી સન્માનિત થયેલ પૂજ્ય જશવંતિબેન પોપટ (મુંબઈ) તથા વિધાનસભાનાં સ્પીકર નીમાબેન આચાર્યનું પણ આજ કેટેગરીમાં સન્માન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રિધ્ધિ ગોકાણી માખેચા નૅશનલ લેવલની નેહરૂ યુવા કેન્દ્ર આયોજીત વક્તવ્ય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી વિજેતા થઈ ચૂક્યા છે અને ભારત સરકાર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામા આવેલ છે.

પોરબંદર રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ છે એવા આ મહિલાને પોરબંદર મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા, માનદમંત્રી રાજેશ ભાઇ લાખાણી સહિતનાં જ્ઞાતિશ્રેષ્ઠીઓ દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવવા મા આવી છે.