પોરબંદર

પોરબંદર ના ઉંટડા ગામે ખાણખનીજ વિભાગે ડ્રોન સર્વેલન્સ દરમ્યાન ગેરકાયદે ખાણ ઝડપી છે.ખાણખનીજ વિભાગે સ્થળ પર થી ટ્રક કબ્જે કરી સર્વે કામગીરી હાથ ધરી છે.

પોરબંદર ખાણખનીજ વિભાગ દ્વારા ડ્રોન સર્વેલન્સ દરમ્યાન ઉટડા ગામે એક બીન-અધિકૃત ખોદકામ વાળા વિસ્તાર માં ટ્રક નં.જીજે ૨૫-યુ ૬૬૨૬ માં મજૂરો દ્વારા બિલ્ડિંગ લાઇમસ્ટોન ટ્રકમાં ભરતા જોવા મળતા ખાણખનીજ વિભાગ ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી.અને ત્યાં રહેલ ડ્રાઇવર ની પુછપરછ કરતા આ ખોદકામ વજુ ગઢવી નામના શખ્શ દ્વારા કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.આથી ખાણખનીજ વિભાગે ટ્રકને સીઝ કરી નવી બંદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખી ગેરકાયદે ખાણ ની માપણી ની કાર્યવાહી હાથ ધરી છે.