પોરબંદર

શ્રી સુદામાપુરી આત્મનિર્ભર મહિલા ગૃહઉધોગ સંસ્થાપન દ્વારા તા. ૧૬-૦૬-૨૦૨૨ નાં ચતુર્થ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ, જેમાં વંદનાબેન ડી. રૂપારેલ દ્વારા પ્રાર્થના બાદ, દુર્ગાબેન આર. લાદીવાલા દ્વારા સૌનું શબ્દોથી સ્વાગત તેમજ કાર્યફમની રૂપરેખા આપવામાં આવી,તેમજ ગૃહઉધોગ કરતા તેમજ કરવા ઈચ્છતા તેવા સૌ બહેનો એ સ્વપરિચય આપ્યો.

ત્યારબાદ જે બહેનો પોતે હાલ ગૃહઉદ્યોગ કરી રહયા છે તેઓએ પોતાનો ગૃહઉદ્યોગ વિકસાવ્યો છે અને કેટલું વળતર મેળવે છે તેમજ ભવિષ્યમાં સહકારી મંડળીમાં જોડાવા ઈચ્છુક છે વગેરે બાબતોએ વિસ્તારપૂર્વક છણાવટ કરી.

(૧)કુસુમબેન અરવીંદભાઈ કક્કડ:તેઓ એ BEST FROM WASTE ની પોતાની જ બનાવેલી વસ્તુઓ બતાવી પોતે કલાસીસ પણ ચલાવે છે.

(ર)ઉષાબેન ગોહેલ:લગ્ન-પ્રસંગમાં ઉપયોગી વસ્તુઓ-તોરણ, સેટ, શ્રીફળ-ડેકોરેશન વગેરે રજૂ કર્યા.અને તેમની ખાસીયત એ રહી કે તેઓ SMILING FACE સાથે રજૂ કરી રહયા હતા.

(૩)જયશ્રીબેન ખુંટી:આ બહેને તો કાર્યફમને ચાર ચાંદ લગાડી દીધા અને સૌ કોઈ ભાવિ ઉદ્યોગ કરતા મોડેલ બની રહે તેવું તેમનું કાર્ય છે. ૨૦૦૬ થી ડીઝાઈનર તરીકે ફેબ્રીક મેન્યુફેકચરીંગ મા પ્લાઝો પેન્ટ, લેગીંગઝ વગેરેનાં મેન્યુફેકચરીંગ દ્વારા શરૂ કરી આજે વર્ષોથી દસ ઈન્ડસ્ટ્રીયલ મશીનસ પર બહેનોને કામ આપી દર માસે આઠ થી સોળ હજાર સુધીનું વળતર આપે છે અને તેમનાં આ કાર્યમાં તેમના પરિવારનો પણ સહકાર છે.

(૪)ઉષાબેન કારભારી:પોતાની વસ્તુઓ રજૂ કરવા ઉપરાંત સૌને આવા ઉદ્યોગોમાં જોડાવા તેમજ કોમ્પીટીટીવ ટેસ્ટ માટે સજ્જ થવા અપીલ કરી,

(૫)રેખાબેન જગતીયા:તેઓ આરતીબેન ત્રિવેદીનાં સખી મંડળમાં જોડાઈને વિવિધ પ્રકારના ડીઝાઈનર કુશન-પીલો વગેરે પુરેપુરા હેન્ડવર્કથી બનાવે છે તેનું નિદર્શન કરેલ.

(૬)  પદુભાઈ રાયચુરા: જેઓ ગૃહઉદ્યોગના પ્રેરણાસ્ત્રોત છે તેઓએ સહકારી મંડળી બનાવી કાર્યકરવા ખાસ અપીલ કરી અને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું.

શ્રી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટનાં ભરતભાઈ માખેચા તથા શીલાબેન માખેચાએ પણ શુભેચ્છાઓ આપી સૌને પ્રોત્સાહીત કરેલા. અંતમાં નીતાબેન વોરા-કારીયા એ ઋણ સ્વીકારની લાગણી વ્યકત કરી અને ખાસ તો શ્રી સત્યનારાયણ ટ્રસ્ટનો આભાર માનેલ કે જેઓ હર હમેંશ સહકાર આપે છે.
કાર્યક્રમને સફળ બનાવવા માધવીબેન ડી. મજીઠીયા,સીમાબેન આર. કોટક-મદલાણી,વૈશાલીબેન એન. મોનાણી, વંદનાબેન ડી. રૂપારેલ,નીતાબેન વોરા-કારીયા,દુર્ગાબેન આર. લાદીવાલા વગેરેએ જહેમત ઉઠાવેલ.સારદાબેન પી. રાજાણી,ભારતીબેન એમ. રાડીયા એ પણ આ કાર્યકમમાં ખાસ હાજરી આપેલ.