પોરબંદર

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા આજે પોરબંદર ની મુલાકાતે આવશે.અને આવતીકાલે સોમવારે કોસ્ટગાર્ડ ની જેટી ખાતે ઉપસ્થિત યોગના કાર્યક્રમ માં હાજરી આપશે.

કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમભાઇ રૂપાલા આજે રવિવારે અમરેલીના પ્રવાસે આવશે.ત્યાર બાદ રાત્રિના ૮:૩૦ કલાકે તેઓ પોરબંદર આવવા રવાના થશે.અને ૧૧:૫૫ કલાકે તેઓ પોરબંદર આવી સર્કીટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે.ત્યારબાદ તેઓ તા. ૯-૫ને વહેલી સવારે ૬ વાગ્યાથી ૮:૩૦ સુધી કોસ્ટગાર્ડની જેટી ખાતે યોગાના કાર્યક્રમમાં હાજરી આપશે.ફીશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત કાઉન્ટ ડાઉન ટુ ધ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા -૨૦૨૨ના અઢી કલાક સુધી યોજાનાર આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.જેમાં ૨૦૦ જેટલા યોગ ટીચર,વિવિધ મહાનુભાવો,માચ્છીમાર આગેવાનો,કોસ્ટગાર્ડ અધિકારીઓ,વહીવટીતંત્ર ના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ તેઓ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના વાડીપ્લોટ ખાતે આવેલા નિવાસસ્થાને આવશે.અને તેમની સાથે કેટલીક ચર્ચાઓ કરશે.ત્યારબાદ ૯:૧૫ કલાકે તેઓ ઉદ્યોગનગરમાં આવેલ સતાર મૌલાનાની મર્કજ લાઇબ્રેરીની મુલાકાત લેશે.ત્યારબાદ વેરાવળ ખાતે ફિશરીઝ સાયન્સ કોલેજના કાર્યક્રમમાં જવા રોડમાર્ગે રવાના થશે.ત્યાંથી સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ બપોરે ૨ વાગ્યે તેઓ બાય રોડ પોરબંદર આવવા રવાના થશે.અને ૪ વાગ્યે પોરબંદરના એરપોર્ટ ઉપરથી તેઓ નવી દિલ્હી જવા રવાના થશે.