પોરબંદર જિલ્લામાં યુવા ઉત્સવ-૨૦૨૩ની ‘યુથ એસ જોબ ક્રિએટર્સ” થીમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
કમિશ્નર યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવાના ઉદેશ્ય સાથે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત રાષ્ટ્ર યુવા ઉત્સવની પુનઃ રચના અંતર્ગત પ્રત્યેક રાજ્યોને ફાળવવામાં આવેલ થીમ મુજબ ગુજરાત રાજ્યને ‘યુથ એસ જોબ ક્રિએટર્સ” થીમ ફાળવામાં આવેલ છે. જે થીમ અંતર્ગત પોરબંદર જીલ્લા કક્ષા એ સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકિંગ, ડીકલેક્શન તથા ફોટોગ્રાફી જેવા વિષયો ઉપર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા તમામ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. જે યુવક- યુવતીઓ ભાગ લેવા ઇચ્છતા હોય તેઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધી સ્મૃતિ ભવન, કનકાઈ માતાના મંદિર પાસે ચોપાટી રોડ ખાતેથી સ્પર્ધા ફોર્મ તા.૫-૧૧સુધીમાં મેળવીને તા.૯/૧૧ બપોર ૨ કલાક સુધીમા પરત જમા કરાવવાના રહેશે. જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતા સ્પર્ધકને રાજ્યકક્ષા કાર્યક્રમમાં ભાગ લેવા મોકલી આપવામાં આવશે.