Wednesday, August 17, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરવાસીઓ માટે ખુશખબર! પાઈપલાઈન દ્વારા શહેર ના અનેક વિસ્તારોમાં ઘરો સુધી પહોંચશે સસ્તો અને સલામત રાંધણ ગેસ.

દેશમાં રાંધણ ગેસના સિલેંડરના ભાવ સતત વધી રહ્યા છે. તેનાથી લોકોના ખિસ્સા ઉપર ઘણો બધો બોજ પડે છે. એવામાં પીએનજી ગેસ એક સારો વિકલ્પ છે. પીએનજી એટલે પાઈપ્ડ નેચરલ ગેસ જે એલપીજીની સરખામણીમાં સસ્તો પડે છે. રાજકોટ,અમદાવાદ, વડોદરા જેવા મહાનગરો માં લોકો ના ઘરે ઘરે પાઈપલાઈન થી રાંધણ ગેસ ની સુવિધા ઘણા સમય થી છે. પરંતુ પોરબંદર વાસીઓ આ મહત્વ ની સેવા અને સુવિધા થી વંચિત હતા. પરંતુ આ મહાનગરો ની જેમ હવે આપણા પોરબંદર શહેરના ઘણા વિસ્તારોમાં અદાણી ટોટલ ગેસ દ્વારા ડોર ટુ ડોર રસોઈ ગેસ કનેક્શન આપવાની શરુઆત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ માં આશાપુરા ચોક અને જીઆઈડીસી ની આજુબાજુ ના વિસ્તાર માં ફીટીંગની કામગિરી ચાલી રહેલ છે. અને આવનારા ટૂંક સમય માં શહેર ના અન્ય વિસ્તારો માં પણ કામગીરી શરૂ થઇ જશે. માત્ર અમુક જ દસ્તાવેજો ની મદદ થી આસાની થી આપ પણ હવે આ ગેસ કનેક્શન મેળવી શકો છો. ત્યારે આવો જાણીએ PNG વિશેની થોડી માહિતી.

PNG શું છે?
PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) એ વિવિધ સેગમેન્ટમાં ગ્રાહકોની કુદરતી ગેસની માંગને સંતોષવા માટે હળવા સ્ટીલ (MS) અને પોલિઇથિલિન (PE) પાઈપલાઈન દ્વારા સપ્લાય કરવામાં આવતો કુદરતી ગેસ છે.

PNG કનેક્શન મેળવવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
PNG કનેક્શન માટે નીચે મુજબ ના 3 દસ્તાવેજો જરૂરી છે.
1. આધાર કાર્ડ (ફરજીયાત)
2. નીચે માં થી કોઈ પણ એક એડ્રેસ પ્રૂફ.
– છેલ્લું ઇલેકટ્રીસિટી બિલ
– છેલ્લું BSNL ટેલિફોન બિલ
– પાસપોર્ટ
– ડ્રાઇવિંગ લાઇસન્સ
– રાશન કાર્ડ
3. નીચે માંથી કોઈ પણ એક મકાન માલિકી નું પ્રૂફ.
– નગરપાલિકા ના વેરા નું બિલ
– મકાન ના દસ્તાવેજ
– સોસાયટી સર્ટિફિકેટ
– બિલ્ડર એલોટમેન્ન્ટ લેટર
– GST સર્ટિફિકેટ
– ભાડા નો કરાર

PNG કનેક્શન મેળવવા માટે ક્યાં સંપર્ક કરવો?
PNG કનેક્શન મેળવવા માટે તમે અદાણી ટોટલ ગેસ ની અધિકૃત રજીસ્ટ્રેશન એજન્સી નો સંપર્ક કરી શકો છો જે ગાંધી પાર્ક, યુગ બજાજ શોરૂમ પાસે, રોકડીયા હનુમાન બાયપાસ રોડ પર આવેલ છે.

PNG કનેક્શન મેળવવા પાછળ કેટલો ખર્ચ થાય છે?
ઘરેલુ PNG કનેક્શન લેવા માટે હાલ માં સપ્ટેમ્બર મહિના સુધી ₹1000 ના ડિસ્કાઉન્ટ ની ઓફર ચાલે છે જેમાં સિંગલ સ્ટાન્ડર્ડ કિચન પોઇન્ટ ₹5600 માં મળે છે જેમાં થી ₹5000 ડિપોઝિટ છે જે રિફંડેબલ છે અને જો ₹5600 એક સાથે ના ભરવા હોય તો ₹1600 નું ડાઉન પેમેન્ટ કરી ને ₹500 ના 8 સરળ હપ્તા(વ્યાજ મુક્ત) કરી શકો. આ હપ્તા દર બે મહિને પ્રથમ 8 ગેસ બિલ માં ઉમેરાય ને આવશે.

શું PNG LPG કરતા સસ્તું છે?
હા, કુદરતી ગેસ એ શ્રેષ્ઠ ઉર્જા પસંદગી બની રહી છે, કારણ કે તેની કિંમત અન્ય કોઈપણ ઉર્જા સ્ત્રોત કરતા ઓછી છે. એક માહિતી મુજબ હાલ માં એક 14.2 કિલોગ્રામ ના LPG બાટલા જેટલો વપરાશ ઘરેલુ PNG કનેક્શન માં કરવા માં આવે તો અંદાજે ₹300 ની બચત થાય છે.

શું PNG સપ્લાય નિયમિત રહે છે?
હા, સપ્લાય એકદમ નિયમિત રહે છે. પાઇપલાઇન વિતરણ નેટવર્ક ઓન-લાઇન સપ્લાય સિસ્ટમ પર આધારિત છે જેમાં સલામતી વાલ્વ અને રેગ્યુલેટર નો સમાવેશ થાય છે જે ગેસ સપ્લાય અને દબાણને નિયંત્રિત કરે છે અને તેનું નિરીક્ષણ કરે છે અને આ સિસ્ટમ લીકને ઓળખવામાં મદદ કરે છે. આમ, જરૂરી દબાણ પર અવિરત પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

શું PNG LPG કરતાં વધુ સારું છે?
હા, પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ચોક્કસપણે તમારા રસોડા માટે વધુ સારું બળતણ છે. PNG તમને અવિરત પુરવઠાનો લાભ આપે છે, તમને રિફિલ બુક કરાવવા અથવા સિલિન્ડર બદલવામાં થી છુટકારો આપે છે, અને તમને વધુ રસોડામાં જગ્યાનો આનંદ માણવામાં મદદ કરે છે, કારણ કે PNG પાઇપલાઇન દ્વારા તમારા સુધી પહોંચે છે. વધુમાં, PNGના કિસ્સામાં કોઈ ચોરીનો અનુભવ થતો નથી, કારણ કે મીટર રીડિંગ મુજબ ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવાતા PNGના ચોક્કસ જથ્થા માટે ઇન્વૉઇસિંગ કરવામાં આવે છે.

PNG માં રૂપાંતરિત થયા પછી LPG સિલિન્ડરોનું શું થશે?
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે PNG કનેક્શન ધારકોને તેમના ઘરમાં એક LPG કનેક્શન રાખવા અને જાહેર ક્ષેત્રની ઑઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને બિન-સબસિડીવાળા દરે LPG સપ્લાય કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

બિલિંગ / ઇન્વોઇસિંગ સિસ્ટમ શું છે?
ઇન્વોઇસિંગ એટલે કે બિલ કંપનીના અધિકૃત સ્ટાફ દ્વારા લેવામાં આવેલા મીટર રીડિંગ પર આધારિત છે. પછી ઇન્વૉઇસ તૈયાર કરવામાં આવે છે અને બે મહિનામાં એકવાર ગ્રાહકને પહોંચાડવામાં આવે છે.

શું આપણે ઘરની અંદર દિવાલમાં પાઇપલાઇન છુપાવી શકીએ?
ના, આમ કરવું તે નિયમ ની વિરુદ્ધ છે, ઘરો ની અંદર હંમેશા પાઈપલાઈન જોઈ શકાય તેમ જ ફિટ કરવી. 

શું PNG હોટેલ અને અન્ય ઔદ્યોગિક હેતુ માટે ઉપલબ્ધ છે?
હા, PNG તમામ હેતુઓ માટે ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે તમે અદાણી ટોટલ ગેસ ની અધિકૃત રજીસ્ટ્રેશન એજન્સી નો સંપર્ક કરી શકો છો જે ગાંધી પાર્ક, યુગ બજાજ શોરૂમ પાસે, રોકડીયા હનુમાન બાયપાસ રોડ પર આવેલ છે.

એલપીજી નો બાટલો ખાલી થાય પછી બુકિંગ ની ઝંઝટ અને ઘણી વખત સમયસર ન મળે તો ગૃહિણીઓ ને પરેશાની નો સામનો પણ કરવો પડે છે. ત્યારે અવિરત ગેસ પુરવઠો આપતી ગેસ પાઈપલાઈન તેનો ઉત્તમ વિકલ્પ છે. હવે તે પોરબંદર શહેર માં પણ ઉપલબ્ધ છે. હાલ એલપીજી સીલીન્ડર માં વારંવાર ભાવવધારા ના કારણે મોટા શહેરોમાં આમ પણ ધીરે ધીરે એલપીજી બાટલા નું ચલણ ઓછુ થતું જાય છે. અને લોકો પીએનજી ની પાઈપલાઈન તરફ વળી રહ્યા છે. ત્યારે પોરબંદર માં પણ લોકો નો પ્રતિસાદ જોતા આગામી સમય માં ગેસ ના બાટલા ભૂતકાળ બને તો નવાઈ નહી.

આ પોસ્ટ શેર કરો

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on email
Email
Share on print
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે