પોરબંદર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્રારા પુત્રવધુ ના કારણે માનસિક રીતે હતાશ થયેલ ૯૦ વર્ષના વૃધ્ધા ઘરેથી નીકળી જતા તેને અન્ય પુત્ર ના ઘરે સુરક્ષીત પહોંચાડ્યા હતા.
પોરબંદર ના જાગૃત નાગરીકે ૧૮૧ મા ફોન કરી જણાવ્યુ હતુ કે અમારી શેરીમા એક વૃધ્ધ માજી સવારના આવી પહોચેલા અમો એ તેમનુ સરનામુ જાણવાનુ કોશિશ કરેલ પરંતુ તેમને કાંઈ યાદ નથી. તેથી અમે તેમને સંસ્થામા રહેવુ છે. એવુ કહેલ હોવાથી તમો એમની મદદ માટે આવોને સંસ્થામા મુકી આવો. જાગૃત નાગરીકે બતાવેલ સરનામે ૧૮૧ ટીમ તુરંત પહોંચી મહિલા નુ નામ , સરનામુ પુછેલ તો તેઓ જણાવતા હતા કે અમો પહેલા અહિંયા જ રહેતા હતા. એટલે અહિંયા આવી છું. મારો પુત્ર મને લેવા આવતો જ હશે. જાગૃત નાગરીકે જણાવેલ કે સવાર ના આવુ જ કહે છે કે મારો પુત્ર લેવા આવશે. પરંતુ સાંજ થવા છતા પણ કોઈ આવ્યુ નહિ એટલે ૧૮૧ ટીમની મદદ માંગી હતી.
વૃધ્ધા બહુ જ ગભરાયેલા હોવાથી અભયમ ટીમે તેમને પ્રોત્સાહન આપ્યુ. ઘરેથી નીકળી જવાનુ કારણ પુછતા તેમને જણાવેલ કે મારા પુત્રવધુ મને માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરતી હોવાથી હું કંટાળી ને ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયેલ . તેથી તેમના ઘરનુ એડ્રેસ પુછતા તેમને તેમની પુત્રી ના ઘરનુ થોડુ સરનામુ બતાવેલ તેથી તેમને બતાવેલ એડ્રેસની શોધખોળ કરતા તેમની પુત્રીનુ સરનામુ મળી આવતા તેમના ઘરે ગયેલા તો તેમની પુત્રી ત્યાં હાજર ન હતી તેમની પુત્રીના પુત્ર હાજર હોવાથી વૃધ્ધા તેમને ઓળખી જતા તેમની પાસેથી વૃધ્ધા ના પુત્ર ના ઘરનુ સરનામુ તથા મોબાઈલ નંબર મેળવી તેમને ફોન કરી જાણ કરેલ.
પરંતુ વૃધ્ધા તે દિકરા ના ઘરે જવા માંગતા ન હોવાથી બીજા પુત્રના મોબાઈલ નંબર ને એડ્રેસ મેળવેલ ને વૃધ્ધા ને ત્યા જવા માટે પુછતા તેઓ તેમના બીજા દિકરા ના ઘરે જવા માટે રાજી થતા તેમના ઘરનુ એડ્રેસ પુછતાપુછતા ઘરે પહોચી ને તેમના દિકરા ને વહુ ને મળ્યા વાતચીત કરી સમજાવેલ વૃધ્ધાની સારસંભાણ રાખશું એવી ખાતરી આપતા વૃધ્ધાને તેમના પુત્ર અને પુત્ર વધુ ને સોંપેલ .