રાણાવાવના પાદર સુધી દીપડી તેના બે બચ્ચા સાથે આવી પહોંચતા સ્થાનિકો માં ભય જોવા મળે છે. વન વિભાગ દ્વારા પાંજરું મૂકી દીપડા ને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
રાણાવાવ ગામના પાદર માં આવેલ નગરપાલિકાનાં પાણી ના ટાંકાની બાજુમાં ગઈ કાલે સાંજે લીલાભાઇ પરબતભાઇ ઓડેદરા ની વાડીએ એક દીપડી અને તેના ૨ નાનાં બચ્ચાઓ સાથે દેખા દેતા સ્થાનિકો માં ભય જોવા મળે છે. આ અંગે સ્થાનિકોએ એ વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ ના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને પાંજરું મૂકી દીપડા ને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. સ્થાનિકો એ જણાવ્યું હતું કે જંગલ વિસ્તરની આજુબાજુ મોટા પ્રમાણ માં ખેડૂતો તેના ઘર પરિવાર તેમજ માલ ઢોર સાથે રહેતા હોય ત્યારે વારંવાર જંગલી દીપડાઓ ખેડૂતોના માલ ઢોર ને ફાડી ખાય છે.
આથી પાંજરા માં ઝડપાયેલા દીપડાઓ ને ફરીથી બરડા ડુંગરમાં મુકવાને બદલે તેમને જૂનાગઢ જિલ્લામાં ગીર અભયારણ્ય માં મૂકવામાં આવે કારણકે હાલ બરડા ડુંગર માં જંગલી જાનવરો નું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે જંગલ માં શિકાર ના મળતા શિકાર ની શોધ માં દીપડાઓ બરડા ડુંગર ની ફરતે જે ખેડૂતોની વાડીઓ આવેલી છે. ત્યાં તેના માલ ઢોર તેમજ પાલતુ કૂતરાનો શિકાર કરે છે જેથી તેને ગીર માં જ મુક્ત કરવા માંગ ઉઠી છે.