પોરબંદર
ગત તા. 28.05.2022 ને શનિવારના રોજ જાગનાથ મહાદેવ મંદિર હોલ,ખેતીવાડી રોડ આણંદ ખાતે 01.04.2005 પહેલા નિમણુંક મેળવનાર કે જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી.તેવા ગુજરાતભરનાં 500 થી પણ વધુ પ્રાથમિક શિક્ષકોનું એક સ્નેહમિલન રાખેલ હતું.
અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં 22 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોએ 1.4.2005 પહેલા નિમણુંક મેળવેલી છે.નિમણુંક વખતે નવી પેન્શન યોજના અમલમાં પણ આવેલી ન હતી.કેન્દ્ર સરકારની ગાઇડલાઈન મુજબ જે તે રાજ્ય સરકાર જે તારીખે નવી પેશન યોજના અમલ કરે તે તારીખથી લાગુ પડે છે.માટે ગુજરાતમાં પણ 1.4.2005 પહેલા નિમણુંક મેળવનાર પ્રાથમિક શિક્ષકોને જૂની પેન્શન યોજના મળવાપાત્ર છે.ગુજરાતમાં જ 1.4.2005 પહેલા નિમણુંક મેળવેલ અન્ય ઘણા વિભાગોના કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ મળી ગયો છે.તો ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોને પોતાનો હક ક્યારે મળશે ? એ પ્રશ્ન ઉદભવેલ છે.
આ માટે અમરાભાઈ પટેલ – મહામંત્રી અને ભુપેન્દ્રભાઈ પટેલ – પ્રમુખ અને અન્ય ગુજરાત ભરનાં શિક્ષકોના સંકલન અને સહકારથી એક હિત રક્ષક સમિતિ બનાવેલ હતી. જેની બેઠક ગઈ કાલ આણંદ મળી ગયેલ છે.બેઠકમાં હિતરક્ષક સમિતિના સભ્યો અને અન્ય જીલ્લામાંથી પધારેલ શિક્ષકોએ પોતાનો અભિપ્રાય રજૂ કરેલ હતો.હાલના તબક્કે હિતરક્ષક સમિતિની આગાઉ ની રજૂઆતો અન્વયે સરકારએ હકારાત્મક વલણ રાખેલ છે.પરંતુ જો યોગ્ય નિકાલ ન આવે તો આ 22 હજાર જેટલા શિક્ષકો હિત રક્ષક સમિતિના નેજા હેઠળ લડી લેવાના મૂડમાં છે.અને વિરોધ દર્શાવવા માટે ગમે તેવા જલદ કાર્યક્રમો પણ આપશે.
હવે પછી તમામ જિલ્લાઓમાં અને ત્યાર બાદ તમામ તાલુકાઓમાં હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવશે.તમે જ આણંદ ની જેમ જ ઝોન વાઇઝ બેઠકો પણ કરી શિક્ષકોને આ બાબતે જાગૃત કરવામાં આવશે.સાથે સાથે પ્રાથમિક શિક્ષકો સાથે સંકળાયેલા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ને પણ ઉગ્ર રજૂઆતો કરી સાથે ચાલવા જણાવેલ છે.01.04.2005 પહેલાના શિક્ષકોના આ મુદ્દો થોડો અલગ અને નિયમ મુજબ મળવા પાત્ર છે.જ્યારે 01.04.2005 બાદના શિક્ષકો માટે પણ આ શિક્ષકો હરહંમેશ સાથે જ રહેશે તેવો પણ નિર્ધાર કરેલ છે.
આણંદ ની બેઠકમાં પોરબંદરના શિક્ષકો વતિ લાખાભાઇ ચુંડાવદરા, મયુરસિંહ રાઠોડ, મુકેશભાઈ ઠેસિયા વગેરેએ હાજરી આપી હતી. આ તકે જરૂરી વ્યવસ્થા અને આયોજન કરનાર યજમાન આણંદ ના શિક્ષકોનો સૌએ આભાર માની સૌ છૂટા પડેલા હતાં.