
પોરબંદર ના સાંદીપનિ ખાતે શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના અંતિમ દિવસે કોકિલાબેન અંબાણીની ખાસ ઉપસ્થિતિ
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં નવમાં નોરતે સવારે શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા સંપન્ન થઇ.