Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના યુવા સંશોધક“અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ-2022” થી સન્માનિત

પોરબંદરના યુવા સંશોધક ને ગાંધીનગર ખાતે ગુજરાત તેમજ મુંબઈના 86 ઇતિહાસ તેમેજ કલાના સંવર્ધકો સાથે “અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ – 2022” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તારીખ 25/12/2022 ના રોજ ગાંધીનગર IITE ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એડયુકેશન ખાતે યોજાયેલ “અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ – 2022” માં પોરબંદરના યુવા સંશોધક નિશાંત બઢનું ઐતિહાસિક વારસાના સંવર્ધન તેમજ તેને ઉજાગર કરવા બદલ “અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ – 2022” થી હિસ્ટોરીકલ એન્ડ કલચરલ રિસર્ચ સેન્ટર ગાંધીનગર સન્માનિત કરવામાં આવ્યા છે.

પોરબંદરના ઐતિહાસિક તેમજ કલાના વરસના સંવર્ધન માટે નિશાંત બઢ તેમજ પોરબંદરના અલગ-અલગ સંસ્થા અને સમાજના શ્રેષ્ઠિઓ દ્વારા પોરબંદર કંઝર્વેટરી સંસ્થાની સ્થાપના કરવામાં આવી જે પોરબંદરના બહુમૂલ્ય અને વૈવિધ્ય સભર વારસાના જતન માટે કાર્યરત છે, નિશાંત બઢ અને તેઓના મિત્રો દ્વારા પોરબંદરના હેરિટેજ સ્થાળનું લિસ્ટિંગ કરી હેરિટેજ વોક માટે નો રૂટ બનાવવામાં આવ્યો છે. અને અનેકવાર હેરિટેજ ફોટોવોક તેમજ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરમાં આવેલ અને પોરબંદરીઓનું ગર્વ અને પોરબંદરના એક ઘરેણાં સ્વરૂપે આવેલ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ RGT જે પોરબંદર મહારાણા નટવરસિંહજી નું નિવાસસ્થાન હતું અને જે જીર્ણ અવસ્થામાં હતું તેના પર સંશોધન કરી તેના સંવર્ધન માટે જહેમત લીધી હતી. પોરબંદર મહારાણા ના જીવન પર અને પોરબંદરના ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવતી એક સચિત્ર ડોક્યુમેન્ટરી ફિલ્મ ” વિરાસત પોરબંદર “ પોરબંદરના મહારાણા શ્રી નટવરસિંહજી જેઠવાની 120મી જન્મજયંતિના રોજ યુટ્યુબ પર મુકવામાં આવી હતી.

પોરબંદરના આ યુવાનને પોરબંદરના શ્રેષ્ઠ ઐતિહાસિક સચિત્ર ફિલ્મના નિર્માણ માટે તેઓને “ આપણું પોરબંદર ગૌરવ એવોર્ડ “ આપવમાં આવ્યો, ઘી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ ઇંજિનિયર એન્ડ આર્કિટેક્ટસ GICEA દ્વારા રિસર્ચ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પોરબંદરના આ યુવાનની અનેક સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ જોડાઈ છે. ત્યારે ગાંધીનગર ખાતે હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, ૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ, ૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે), ૪) લેખન અને પ્રકાશન, ૫) હેરીટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ ગત્ત ૨૫ ડિસેમ્બરનાં રોજ IITE, ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત વિષયનાં જ તજજ્ઞો દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં જાણીતા સામાજિક કાર્યકર્તા અનારબેન પટેલ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જાણીતા લેખક અને ચિંતક કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીનાં મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, રાજવી પરિવારમાંથી અને હેરિટેજ પ્રવાસન સમિતીનાં સક્રિય સભ્ય પુંજાબાપુ વાળા, જાણીતા પર્યાવરણવિદ્દ મનીષ વૈદ્ય અને સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી કપિલ ઠાકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર- કચ્છના 38 સહીત 86 હેરિટેજ પ્રેમીઓના સન્માનમાં પોરબંદરના નિશાંત બઢની પસંદગી તેમજ એવોર્ડ મળતા પોરબંદરનું ગર્વ વધ્યું છે. તેમજ પોરબંદરના વિવિધ સંસ્થા તેમજ સમાજના હોદ્દેદારો અને સૌરાષ્ટ્રના રાજવી પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે