Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં બહેનો ને આત્મનિર્ભર બનવા માટે તાલીમ અપાઈ

પોરબંદરમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે ચોકલેટ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.

શ્રી સુદામાપુરી આત્મનિર્ભર મહિલા ગૃહઉદ્યોગ સંસ્થાપન પોરબંદર અને આસપાસનાં બહેનો આત્મનિર્ભર બને તે માટે અવાર નવાર ઉપયોગી એવા પ્રોજેકટસ સાથે પ્રયત્નશીલી રહે છે. બહેનો અલગ અલગ પ્રકારની ચોકલેટસ જેવી કે બેઝીક ચોકલેટ, પાન ફ્લેવર, સ્ટ્રોબેરી, કોફી બાઇટ વગેરે ફલેવર તેમજ બાળકો માટે લોલીપોપ, દીવાળીના તહેવારોનાં સંદર્ભમાં દીવા આકાર, વિવિધ ફટાકડાનાં આકારવાળી ચોકલેટસ વગેરેનું પ્રેકટીકલ ડેમોન્સ્ટ્રેશન આપીને દરેકને પોતાને તક આપી શીખવવામાં આવી, જેનો લાભ ઘણા બહેનોએ લીધો.

આ પ્રોજેકટ ઈન્સટન્ટ-તાત્કાલીક ગોઠવાયો જેથી બહેનો તહેવારો તથા પ્રસંગોમાં ઓર્ડર મેળવી રોજગારી મેળવી શકે. આ ચોકલેટ કલાસનાં આયોજનમાં ફ્રીઝ વગેરે સવલતોની જરૂર પડે તેથી પોરબંદરનાં જ પરંતુ મુળ અમદાવાદનાં પાચલ ક્રીએટીવનાં સ્થાપક પાયલબેન ચંદ્રેશભાઈ સેવક દ્વારા તેમનાં ઘરે જ રાખવામાં આવેલ અને પાયલબેનનાં ગમ્મત સાથે જ્ઞાનનાં સ્વભાવને કારણે આ ચોકલેટનાં કલાસ ખુબ જ લાઈવ રહ્યા અને સૌએ શીખવા માટે માણ્યા અને તે બદલ સંસ્થાએ પાયલબેનની આ સેવાની સાભાર નોંધ લીધી હતી.

બહેનોએ પણ એવી ખાસ ઈચ્છા વ્યકત કરી કે તેઓએ ફરીથી આવા અવનવા અલગ અલગ કલાસીસનાં પ્રોજેકટસનાં આયોજન દ્વારા શીખીને સ્વરોજગારી મેળવવા પ્રયત્નશીલ રહેવું છે. આ પ્રોજેકટમાં દુર્ગાબેન લાદીવાલા, વંદનાબેન રૂપારેલ અને સૌ બહેનોએ ખુબ જ સરસ સહકાર આપેલ. આ પ્રોજેકટ નિઃશુલ્ક હોવાની સાથે મટીરીયલ કોસ્ટ માત્ર દરેકના ભાગે રૂ।. ૫૦/- આવી અને તે મટીરીયલમાંથી બનાવેલ ચોકલેટ દરેક બહેનોને ભાગે પડતી તુરંત આપી પણ દેવામાં આવી હતી. તેથી બહેનોએ આ તાલીમના આયોજન બદલ દુર્ગાબેન લાદીવાલા અને ટીમનો ખાસ આભાર માન્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે