Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરવાસીઓ ના સાથ અને સહકારથી પોરબંદર જીલ્લા ના નં ૧ ન્યુઝ પોર્ટલ પોરબંદર ટાઈમ્સ નો પાંચમાં વર્ષ માં મંગલ પ્રવેશ

“તુમ રક્ષક કાહુ કો ડરના” ટેગલાઈન સાથે ૨૬ જાન્યુઆરી-૨૦૧૯ એ પોરબંદર ના સૌથી લોકપ્રિય ન્યુઝ પોર્ટલ “પોરબંદર ટાઈમ્સ “નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કઈક મેળવવા નહી પરંતુ શહેર ને કઈક આપવાના શુભ ઉદેશ થી શરુ કરાયેલ પોરબંદર વાસીઓ ના ફેવરીટ પોરબંદર ટાઈમ્સે આજે ૨૬ મી જાન્યુઆરી એ પાંચમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.

ડિજિટલ યુગ સાથે કદમ તાલ મિલાવીને પોરબંદર ટાઈમ્સે પાપા પગલી ભરવાની શરૂઆત કરી હતી. પોરબંદર ટાઈમ્સ ના ફોલોવર્સ,વાચક વર્ગ, વિજ્ઞાપનદાતાઓ, અમારી સાથે એક યા બીજી રીતે જોડાયેલા દરેક લોકો ના સાથ સહકાર બદલ આપ સૌનો પોરબંદર ટાઈમ્સ સહહૃદય આભાર વ્યક્ત કરે છે. અને આવનાર પડકારોને ઝીલીને એક હકારાત્મક સમાચારો આપ સુધી વેબ પોર્ટલના માધ્યમથી અમે પહોંચાડતા રહીશું એવી અભ્યર્થના સાથે પોરબંદર ટાઈમ્સ આપ સૌના આશીર્વાદો થકી ચાર વર્ષની સફળતા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

સોશ્યલ મીડિયા માં ઝીરો થી શરુ કરી ચાર વર્ષ માં પોરબંદર ટાઈમ્સ ના ફેસબુક પેજ માં ૩૧,૦૦૦ થી વધુ ફોલોઅર ,ફેસબુક ગ્રુપ માં પણ ૨૬૦૦૦ થી વધુ લોકો જોડાયા છે તો યુટ્યુબ માં પોરબંદર ટાઈમ્સ ની ચેનલ સાથે ૨૯૦૦૦ થી વધુ સબસ્ક્રાઈબર જોડાયા છે.તો ઈન્સ્ટાગ્રામ ૨૭૦૦૦ થી વધુ લોકો જોડાયા છે. ઉપરાંત ટ્‌વીટરમાં પણ મોટી સંખ્યા માં ફોલોઅર જોડાયા છે. અને ૪૦ વોટ્સેપ ગ્રુપનાં માધ્યમ થી ૧૫૦૦૦ થી વધુ લોકો આંગળી નાં ટેરવે પળેપળ નાં સમાચાર મેળવી રહ્યા છે.

પોરબંદર ટાઈમ્સ ની ચાર વર્ષ પહેલા ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે એક નાનકડી શરૂઆત કરવામાં આવી હતી. પોરબંદર ટાઈમ્સ ના પ્રથમ દિવસે વાંચકોની સંખ્યા માત્ર ૧૦૦ હતી, પણ પોરબંદર ટાઈમ્સ નો મંત્ર કોઈ નો ડર નહીં. કોઈ નો પક્ષપાત નહીં આ મંત્રને આધાર બનાવી કામની શરૂઆત કરી. જેના કારણે પહેલા દિવસે જ્યારે માત્ર ૧૦૦ વાંચકો હતા,તેમની સંખ્યા વધી લાખોમાં કેવી રીતે થઈ ગઈ,તેની કોઈને જ ખબર પડી નહીં.

કોઈ પણ અખબાર, ન્યુઝ એજન્સી અથવા પોર્ટલનો પ્રાણ સમાચાર અને તેની વિશ્વસનિયતા હોય છે, પોરબંદર ટાઈમ્સ શરૂઆતના તબક્કા થી જ વિવિધ સમાચાર.લોકો ના પ્રશ્નો ને વાચા આપવામાં અગ્રેસર રહ્યું છે. ન્યુઝ પોર્ટલ એટલે માત્ર રાજકીય પક્ષો ની અને પોલીસ ની પ્રેસનોટ જ નહી પરંતુ કઈક અલગ..કઈક અનોખું આપવાનો પ્રયાસ પોરબંદર ટાઈમ્સ નો હમેશા રહ્યો છે. પોરબંદર ના ઈતિહાસ અને વિવિધ રાજવીઓ અંગે રસપ્રદ કિસ્સા, પોરબંદર શહેર માં રમતગમત અને કળા ક્ષેત્રે રહેલી વિવિધ પ્રતિભાઓ ને બિરદાવવા ખાસ અહેવાલો પ્રકાશિત કરવા, શહેર માં થતા વિવિધ ધાર્મિક આયોજનો અંગે વિશેષ અહેવાલો, લોકો ની સમસ્યાઓ અંગે પણ ખાસ અહેવાલો સમયાંતરે પ્રકાશિત કરવામાં આવ્યા છે.

સમાચારનો અર્થ માત્ર કોઈની ટીકા કરવી અથવા સનસનાટી ફેલાવી દેવાનો નથી, તેની તકેદારી રાખવાનો અમે પ્રયાસ કર્યો છે. દુનિયામાં જેમ ખરાબ થાય છે. તેમાં કયાંક સારૂ પણ થાય છે. પોરબંદર ટાઈમ્સ દ્વારા એ આગ્રહ સતત રખાયો છે. કે જ્યાં કઈ પણ સારૂ થાય છે. તેની વાત અચુક વાંચકો સુધી લઈ જવી,સતત નેગેટીવ સમાચારો વચ્ચે એક હકારાત્મક ઘટના આપણને બધાને જીવાડવામાં મદદ કરે છે. અમે પ્રયત્ન કર્યો કે બધી જ ખરાબ ઘટનાઓ થતી નથી, સારા માણસો પણ છે. અને સારૂ પણ બને છે. એક મોટા સમાચાર ચુકી જવાય તો વાંધો નહીં, પણ એક સારી ઘટના નોંધ વગર આપણે અને વાંચકો ચુકી જઈએ તે પાલવશે નહીં.

પોરબંદર ટાઈમ્સ પોતાની ટીકા કરનારની પણ કદર કરે છે,તેના બે કારણો છે.પ્રથમ કારણ અમારાથી પણ ચુક થવાની સંભાવના છે, અને બીજુ કારણ અમારા કરતા તમારો મત અલગ પણ હોઈ શકે છે.અને જેને માઠુ લાગે તેને કાયદાની મર્યાદામાં પોતાની વાત કહેવાનો પણ અધિકાર છે. ન્યુઝ પોર્ટલના વાંચકો લાંબુ વાંચતા નથી તેવી એક માન્યતા હતી, પણ અમારો અનુભવ રહ્યો કે લખાણ સારૂ હોય તો તેની લંબાઈ સાથે વાંચકોને કોઈ નીસબત નથી,વાંચકો લાંબુ પણ વાંચે છે.

પોરબંદર ટાઈમ્સ એ ૨૪ કલાક કાર્યરત ન્યુઝ પોર્ટલ છે. જેમાં ગમે ત્યારે .મોડી રાત્રે પણ બનેલ ઘટના ગણતરી ના સમય માં વાચકો સુધી પહોંચડવામાં આવે છે. અને એક વોટ્સેપ ગ્રુપ અને ૫૦ લોકો થી શરુ થયેલ આ સફર આજે દોઢ લાખથી વધુ લોકો સુધી પહોંચી છે.

પોરબંદર ટાઈમ્સે વર્ષોથી સ્થાપિત ન્યુઝ પોર્ટલ ના પત્રકારત્વની પુરાતન પરંપરાને ધરમૂળથી બદલી નાખી. વાચકોના અપાર સ્નેહ અને અદભુત સમર્થનના લીધે જ પોરબંદર ટાઈમ્સે પ્રથમ વરસે જ દરરોજ દસ હજાર નિયમિત મુલાકાતીઓ સુધી પહોચવાની ઐતિહાસિક રેકોર્ડ ની સફળતા મેળવી હતી. જેમાં વિશ્વ ના અલગ અલગ ૧૮ દેશો માં વસતા મૂળ પોરબંદર પંથક ના લોકો પોરબંદર ટાઈમ્સ સાથે નિયમિત રીતે જોડાયેલા છે. પોરબંદર ટાઈમ્સ નું નિષ્પક્ષ પત્રકારત્વ એક ક્ષણ માટે પણ સત્ય અને તથ્યથી વેગળું થયું નહીં. આ વિશ્વાસના લીધે જ પોરબંદર ટાઈમ્સે હંમેશા જે ખોટું છે એને ખોટું અને જે સાચું છે એને સાચું કહેવાનું સાહસ દર્શાવ્યું.અને ભવિષ્યમાં પણ દર્શાવતું રહેશે.

અમારા દરેક સમાચાર અને પ્રત્યેક શબ્દ વાચકો માટે સમર્પિત છે. પોરબંદર ટાઈમ્સ આજે જે સ્થાને છે તેનો શ્રેય પોરબંદર ઉપરાંત દેશ અને દુનિયા ના લાખો વાચકો, પરિવારો અને શુભચિંતકોને જાય છે. આ વિશ્વાસ હંમેશા જળવાઈ રહે એ માટે દેશ-દુનિયાના દરેક ખૂણેથી નિષ્પક્ષ, સાચા અને સર્વશ્રેષ્ઠ સમાચારો આપના સુધી પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ચાર વર્ષ દરમિયાન અમને વાંચનાર દેશ વિદેશ ના લાખો વાંચકોનો આભાર માનીએ છીએ, આવનાર વર્ષમાં અમારી ચુકો સુધારી વધુ સારૂ થઈ શકે તેવો અમે પ્રયાસ કરીશું, જેના માટે તમારો અત્યાર સુધી મળેલો સહકાર અમને મળતો રહે તે જરૂરી છે.

ચાર વર્ષ દરમ્યાન પોરબંદર જીલ્લા ના કોઇપણ ખૂણે મોડીરાત્રે બનેલી ઘટનાઓને પણ વાંચકો સમક્ષ પહોંચાડી છે. ઉપરાંત સામાજીક, રાજકીય, સેવાકિય, ક્ષેત્રોની ઘટનાઓની તલસ્પર્શી માહિતી વાંચકોને પૂરી પાડી મીડિયા ધર્મ નિભાવ્યો છે. લોકોનાં પ્રશ્નોને વાચા આપી પોરબંદર ટાઈમ્સે જરૂર પડ્યે તંત્રનો કાન આમળ્યો છે. તો ક્યાંક યોજનાઓની માહિતી આપી લોકોને મળનાર સુવિધાઓની આશાઓ પણ જગાવી દીધી છે. માહિતી, મનોરંજન અને શિક્ષણ જેવાં સમાચારનાં તત્વોને જરૂર જણાય ત્યાં અમે સતત ઉજાગર કરી રસાળ શૈલીમાં વાંચન સામગ્રી પીરસી છે.
રોજબરોજની ઘટનાઓની સાથે કંઇક વિશેષ આપવાનો પોરબંદર ટાઈમ્સ નો પ્રયાસ હરહંમેશ રહ્યો છે. સમાચારોની સાથે સામાજીક જવાબદારી પણ બખૂબી નિભાવી છે. જેની પ્રતિતી લોકોએ કરી છે.

ચાર વર્ષ દરમ્યાન શહેરની કે ગ્રામ્ય વિસ્તારની અનેક સમસ્યાઓનાં ઉકેલ માટેનાં સફળ પ્રયાસો કર્યા છે. જેનાથી કદરદાન વાંચકો સુપેરે પરિચીત છે. તમને પોરબંદર ટાઈમ્સ તમારું પોતાનું લાગે તેની અમે તકેદારી રાખીશું. દુનિયા ના વિવિધ દેશો માં વસતા મૂળ પોરબંદર ના વતનીઓ ને પોરબંદર શહેર સહિત બરડા અને ઘેડ પંથક, રાણાવાવ, કુતિયાણા પંથક ની રાજકીય, સામાજીક અને સાંસ્કૃતિક ઘટનાઓના સમાચાર મળે અને સાથે સાથે સત્વશીલ રસભરી વાંચનસામગ્રી મળે તે પોરબંદર ટાઇમ્સનો ઉદેશ્ય છે. પોરબંદર ટાઇમ્સ સર્વધર્મસમભાવ ધરાવતું માનવતાવાદી અભિગમવાળું નિરપેક્ષ ન્યુઝ પોર્ટલ છે.

આજના પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે પોરબંદર ટાઈમ્સ ની અનોખી ઓળખ ઉભી કરવામાં મદદરૂપ બનેલ વિજ્ઞાનપનદાતાઓ, શુભચિંતકો અને વાંચકોનો એ જ સાથ અમને અવિરત મળતો રહે તેવી અભિલાષા સહ…
આપ સૌને સુખમય જીવનની શુભકામના પાઠવું છું.
લી.આપનો વિશ્વાસુ,
નિપુલ પોપટ
પોરબંદર ટાઈમ્સ અંગે આપના વિચારો પ્રતિભાવો આવકાર્ય છે
ઈમેઈલ આઈડી porbandartimes@gmail.com અથવા ૯૯૨૪૧ ૮૭૩૮૩ નંબર પર વોટ્સેપ પર આપના વિચારો પ્રતિભાવો જણાવો. આપની દ્રષ્ટિ એ હજુ પોરબંદર ટાઈમ્સ ને કઈ રીતે વધુ ને વધુ લોકોપયોગી બનાવી શકાય ,ક્યા ક્યા વિભાગો સમાવી શકાય ,શું નવું ઉમેરી શકાય તે સહીત ના મંતવ્યો અમોને મોકલી આપવા વિનંતી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે