કુતિયાણા હાઈવે પર ડામરનું ખાલી ટેન્કર વેલ્ડિંગ કરતી વખતે એકાએક ફાટ્યો હતો. જેથી વેલ્ડિંગ કરનારનું મોત નિપજ્યું છે જ્યારે ડ્રાઈવરને ગંભીર ઈજા થતા રાજકોટ સારવાર માં ખસેડાયો છે.
કુતિયાણા ની હરીઓમ સોસાયટી માં રહેતા અને હાઈવે પર આવેલ લીરબાઇ હોટલ પાસે વેલ્ડીંગ ની દુકાન ધરાવતા ગુલમહોમદ અલી ઝાખરા(ઉવ ૪૬) બપોરે 1 થી 2 વાગ્યા દરમ્યાન તેની દુકાને હતા. ત્યારે દેવરાજ તેજાભાઇ ધોળકિયા નામનો ડ્રાઈવર ડામરના ખાલી ટેન્કર નો પાછળ ના ભાગે ઉપર આવેલ દરવાજો તૂટેલી હાલત માં હોવાથી તેનું વેલ્ડિંગ કરાવવા માટે આવ્યો હતો. જેથી ગુલમહોમદ ટેન્કર પર બેસી વેલ્ડીંગ કરતા હતા અને ડ્રાઈવર દેવરાજ તેની બાજુ માં જ બેઠો હતો. પરંતુ ટેન્કર માં અંદર ગેસ હોવાથી એકાએક ધડાકાભેર ફાટ્યું હતું. જેમાં ગુલમહોમદનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ડ્રાઈવર દેવરાજ ને પણ ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. એકાએક બ્લાસ્ટ થતા સ્થાનિકો માં ગભરાટ જોવા મળતો હતો બનાવ અંગે કુતિયાણાના પીએસઆઈ એ.એ. મકવાણા એ વધુ તપાસ હાથ ધરી છે.