Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video: રતનપર નું રતન :પોરબંદર ના રતનપર ગામનો ખેડૂતપુત્ર કોઈ પણ જાત ની ટ્રેનીંગ વગર કરે છે જિમ્નેસ્ટીક્સ ના અવનવા કરતબ :પોરબંદર ટાઈમ્સ દ્વારા લેવાઈ રતનપર ગામ ખાતે યુવાન ની ખાસ મુલાકાત

પોરબંદર

પોરબંદર નજીક ના રતનપર ગામના ખેડૂત નો પુત્ર કોઈ પણ જાત ની તાલીમ વગર જ જિમ્નેસ્ટીક્સ ના અવનવા કરતબ કરે છે જેના વિડીયો સોશ્યલ મીડિયા માં વાઈરલ થતા તે નિહાળી લોકો પણ મો માં આંગળા નાખી જાય છે ઉત્તમ પ્રતિભા ધરાવતા આ યુવાન ને જો યોગ્ય પ્લેટફોર્મ મળે તો રમતગમત ક્ષેત્રે તે શહેર જીલ્લા નું નામ રોશન કરી શકે તેમ છે
પોરબંદર નજીક રતનપર ગામે રહેતા અને ટીવાય બીએસસી માં અભ્યાસ કરવા ઉપરાંત પિતા ને ખેતી માં મદદ કરતા રામ ભરતભાઈ ઓડેદરા નામના યુવાન ના વિવિધ અંગ કરતબ ના વિડીયો હાલ પોરબંદર ના સોશ્યલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યા છે અને તેના દિલધડક કરતબો નિહાળી લોકો પણ મોંમાં આંગળા નાખી જાય છે.અને કોઈ પણ જાતની પધ્ધતિસર ની તાલીમ વગર આ યુવાને તમામ કરતબો પોતાની મેળે જ શીખ્યા છે અને આ કરતબ માટે જરૂરી ફીટનેશ માટે તેણે જિમ્નેશિયમ માં હોય તે પ્રકાર ના વિવિધ કસરત ના સાધનો પણ લાકડી અને સિમેન્ટ વગેરે નો ઉપયોગ કરી ને જાતે જ બનાવ્યા છે.રામભાઈ ના પિતા ભરતભાઈ પણ ખુબ સારા એવા કરતબ કરી શકે છે.તેમજ દાંડીયારાસ ના ઉત્તમ ખેલૈયા છે.અને પોરબંદર ની ખમીરવંતી મહેર કોમ નો સુપ્રસિદ્ધ મણિયારો રાસ ખુબ સારી રીતે રમે છે ઉપરાંત લાકડી દાવ અને તલવારબાજી માં પણ સારી એવી કાબેલિયત ધરાવે છે અને રામભાઈ તથા તેના પિતા ભરતભાઈ ને આ વારસો રામભાઈ ના દાદા ખીમાભાઈ પાસે થી મળ્યો છે ખીમાભાઈ અત્યારે ૧૧૫ વરસ ની ઉમર ધરાવે છે અને અગાઉ તેમણે પણ રાજાશાહી વખત માં દોડ ની સ્પર્ધા માં અનેક ઇનામો મેળવ્યા છે અને હાલ પણ દાદા પૌત્ર બન્ને પોતાના ખેતર માં દરરોજ એકીસાથે દોડ લગાવે છે જે જોઈ ને સ્થાનિકો પણ આશ્ચર્ય પામે છે અને ૧૧૫ વરસે પણ ખીમાભાઈ હજુ પણ અડીખમ છે.આ અંગે રામભાઈ એ જણાવ્યું હતું કે તેને વરસો થી આ પ્રકાર ના અંગ કસરત ના દાવ કરવાનો શોખ છે અને અગાઉ તેને પડી જવાથી ફેકચર પણ થયું હતું તેમ છતાં તેના પરિવારે તેનું મનોબળ તોડવાના બદલે આ ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી તેના પરિણામે તે અત્યારે અહી સુધી પહોંચી શક્યો છે. અને જે કોઈ કરતબ તે કરે છે તેમ માટે કોઈ ખાસ તાલીમ પણ લીધી નથી અને હજુ જો યોગ્ય પ્લેટફોર્મ મળે તો રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા એ પણ પોતાનું હીર ઝળકાવી શકે તેમ છે આ અંગે ગામના સરપંચ ભીમભાઈ ઓડેદરા એ જણાવ્યું હતું કે નાના એવા રતનપર ગામનું ગૌરવ રામભાઈ એ વધાર્યું છે. અને શીખવાની ધગશ ના કારણે કસરત માટે ના સાધનો પણ તેણે પોતાની કોઠાસૂઝ થી બનાવ્યા છે.રમતગમત ક્ષેત્રે તે વધુ આગળ વધે તે માટે તેમના દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે તો મહેર અગ્રણી અને પોરબંદર પંથક ની પ્રખ્યાત રાસ મંડળી ના સંચાલક રાણાભાઇ શીડા એ એવું જણાવ્યું હતું કે રતનપર ગામનો આ સમગ્ર ઓડેદરા પરિવાર કે જેમાં દાદા થી લઇ ને પૌત્ર સુધી ના દરેક વ્યક્તિ કૈક અનોખી પ્રતિભા ધરાવે છે.
જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે