Advertisement

પોરબંદર
માધવપુર ના પાતા ગામે તંત્ર દ્વારા સાયક્લોન સેન્ટર બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી પરંતુ જે જગ્યા એ આ સેન્ટર બનાવવાનું છે તે જગ્યા ધાર્મિક સ્થળ હોવાનું તેમજ સેન્ટર માટે જરા પણ અનુકુળ ન હોવાનું જણાવી અગાઉ ગ્રામજનો એ અન્યત્ર સેન્ટર બનાવવા રજૂઆત કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા તે જ જગ્યા એ સેન્ટર બનાવવાની કાર્યવાહી શરુ કરતા આજે ગ્રામજનો નું ટોળું એકત્ર થઇ ગયું હતું અને વાહનો માં તોડફોડ કરી હતી તેમજ  બે કાર સળગાવી હતી
માધવપુર ના પાતા ગામે તંત્ર દ્વારા રેવન્યુ સર્વે નં ૧૯૫ માં ૭૫૯૧ ચો મી જગ્યા માં સાયક્લોન સેન્ટર બનાવવાની કામગીરી શરુ થઇ હતી જે અંગે ગ્રામજનો એ અગાઉ તંત્ર ને લેખિત રજૂઆત કરી અને જણાવ્યું હતું કે સેન્ટર માટે તંત્ર દ્વારા અગાઉ અન્ય જગ્યા સુચિત કરવામાં આવી હતી જેમાં ફેરફાર કરી ને વર્તમાન જગ્યા એ કામગીરી શરુ કરી છે જેનો ગ્રામજનો ને વિરોધ છે અને અગાઉ ની સૂચિત જગ્યા એ અથવા અન્યત્ર જ આ સેન્ટર બનવું જોઈએ આ અંગે વિવિધ કારણો પણ ગ્રામજનો એ રજૂઆત માં જણાવ્યા હતા જેમાં વર્તમાન જગ્યા ગામ થી નીચે ના ભાગ માં આવે છે અને ૧૯૮૩ માં અહી દસ દસ ફૂટ પાણી ભરાયા હતા અને પાતા એ સાંસ્કૃતિક ગામ છે અને પસંદ કરાયેલી જગ્યા એ જળ જીલણી અગિયારસ નિમિતે મેળા નું પણ આયોજન થાય છે ૨૭/૧૨ /૧૮ ની ગ્રામસભા માં પણ આ અંગે વિરોધ થતા અહી સાયક્લોન સેન્ટર ન બનાવવાની ખાતરી આપવામાં આવી હતી આ પ્રકારે લેખિત રજૂઆત છતાં અહી તંત્ર દ્વારા સાયક્લોન સેન્ટર બનાવવાની કામગીરી શરુ થતા આજે ૮૦૦ થી વધુ ગ્રામજનો ના ટોળા એકત્ર થઇ ગયા હતા અને તોડફોડ અને પથ્થરમારો શરુ કર્યો હતો ત્યાર બાદ ત્રણ જેટલી સરકારી કાર કે જેમાં એક મામલતદાર ની જીપ,એક આર એન્ડ બી વિભાગ ની કાર તથા એક પોલીસ ની કાર માં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું ઉપરાંત કોન્ટ્રકટર ની બે કાર ને સળગાવી નાખી હતી અને બે હિટાચી તથા જેસીબી માં પણ તોડફોડ કરી હતી જેને પગલે તંગદીલી જોવા મળતી હતી અને તંત્ર માં નાસભાગ મચી હતી બનાવ ની જાણ થતા જીલ્લાભર નો પોલીસ કાફલો પાતા ગામે ખડકી દેવાયો છે.બનાવ ના પગલે જીલ્લા ભર માં ચકચાર મચી છે અને સરકારી તથા ખાનગી મિલકત ને ટોળા દ્વારા નુકસાન કરાતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
જુઓ આ વિડિયો

શું હોય છે સાયક્લોન સેન્ટર
ચોમાસાનાસમયમાં ભારે વરસાદની સાથેસાથે વાવાઝોડાની પણ અસર જોવા મળતી હોય છે. વાવાઝોડાના સમયે લોકોને સલામતી મળી રહે તે માટે સરકાર દ્વારા દરિયાકાંઠા ના નિયત કરેલા ગામોમાં સાયક્લોન સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું . પોરબંદર જિલ્લામાં મિયાણીથી લઈને માધવપુર સુધીના 110 કિલોમીટર લાંબા દરિયાકિનારે અનેક ગામડાઓ આવેલા છે ત્યારે ચોમાસાના સમયમાં સંભવીત વાવાઝોડાના સમય દરમિયાન ગ્રામ્યવિસ્તારના લોકોમાં ભારે ભય વ્યાપી જતો હોય છે. લોકોની સલામતી અને સુરક્ષા માટેનો સવાલ ઉભો થાય છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના આયોજન મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં સાયક્લોન સેન્ટર બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્રણ કરોડ થી વધુ ખર્ચે સાયક્લોન સેન્ટર નું બિલ્ડીંગ બનાવવામાં નું હોય છે . જેમાં રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય છે. ઉપરાંત વાવાઝોડા સામે સુરક્ષિત રહી શકે તે મુજબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હોય છે અને 2 માળ માં આ સાયક્લોન સેન્ટર નું બિલ્ડીંગ બનાવવાનું હોય છે
વાવાઝોડાના સમયે લોકોનું સ્થળાંતર સાયક્લોન સેન્ટરમાં કરવામાં આવે તો સેન્ટરમાં રહેવા માટેનો હોલ તેમજ રસોઈ માટેનું કિચન અને ટોયલેટ-બાથરૂમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે . ડિઝાસ્ટર મેનેજમેન્ટની સુચના મુજબ સાયક્લોન સેન્ટરનું નિર્માણ કરવામાં આવે છે .અને તેના નિર્માણ માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ બેન્કની સહાય આપવામાં આવે છે

Advertisement