માધવપુર
સૌરાષ્ટ્રના લીલી નાઘેર વિસ્તાર અને શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહના સાક્ષી એવા આધ્યાત્મીક સ્થાન માધવપુરમાં વર્ષોથી પરંપરાગત રીતે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગની ઉજવણી સંપન્ન થઈ ગઈ છે. આ ધાર્મિક સ્થળે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિની પરંપરાથી ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી માધવપુરમાં ધાર્મિક મેળો યોજવામાં આવે છે. બુધવારે ચૈત્રી બારસના રોજ પરંપરાગત રીતે ભગવાન શ્રીકૃષ્ણની જાન રંગેચંગે ગામના મુખ્યમાર્ગે પરથી ભક્તોના રાસની રમઝટ ચોરી માયરા ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનું રીવાજ પ્રમાણે સામૈયું કરી મધુવન ખાતે વિધિવત રીતે રૂક્ષ્મણીજી સાથે વિવાહ સાથે સંપન્ન થયા હતા. આ પવિત્ર અને શુભ પ્રસંગમાં ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાયા હતા. પોરબંદર નજીકના માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિજીના વિવાહના પાંચ દિવસીય લોકમેળાની સાથોસાથ પરંપરાગત રીતે યોજાતા વિવાહમાં ધારાસભ્ય જાડેજાએ મામેરૂ ભરવાની વિધિ કરી હતી. માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના પવિત્ર લગ્નબંધનને જોડતા વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાએ 1રમી સદીના આ પૌરાણિક મંદિર પાસે યોજાયેલા લગ્નોત્સવમાં મામેરૂ ભર્યુ હતું. વર્ષોથી એવી પરંપરા છે કે, લગ્ન વિવાહના પ્રસંગમાં મામેરાત તરીકે મુખ્ય કડછા મહેર હોય છે અને ધારાસભ્ય કાંધલ જાડેજા (કડછા) એ માધવરાય મંદિરે મામેરૂ લાવ્યા પછી લગ્નવિધીનું કાર્યસંપન્ન થયું હતું. મોટી સંખ્યામાં કાંધલ જાડેજાના ટેકેદારો પણ આ પ્રસંગે જોડાયા હતા.અને વાજતે ગાજતે મામેરૂ લઇને કડછ થી માધવપુર આવ્યા હતા. ભગવાન માધવરાય ના મંદિરે મહિલાઓએ લગ્નગીતના ફટાણા ગાઈને મામેરાને વધાવ્યુ હતું અને જાનૈયા પણ મામેરામા જોડાઈ નિજ મંદિર પહોચ્યા હતા.જ્યારે સાંજે શ્રીકૃષ્ણની જાન માધવરાયના નીજ મંદિરથી આખા ગામમાં રાસ-ગરબા અને લગ્નગીતોની રમઝટ બોલાવતા ગ્રામજનો સાથે નીકળી હતી

Advertisement

જુઓ આ વિડીઓ 

Advertisement