Advertisement

પોરબંદર
આજે શ્રી મહેર શક્તિ સેના દ્વારા ઓડદર મુકામે ગુરુ ગોરખનાથ મંદિર ખાતે મહંત શ્રી છોટુનાથબાપુ ના વરદ હસ્તે એમ્બ્યુલન્સ નુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે બાપુ એ ખુબ આશીર્વાદ પાઠવ્યા હતા.આ તકે ત્યાં આસપાસ ના વિસ્તારમાં થી પધારેલા મહેમાનો,મહેર સમાજના બધાજ સંગઠનો જેમ કે મહેર સુપ્રીમ કાઉન્સિલ, મહેર આટઁ પરીવાર ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રાણાવાવ ના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા,શ્રી મહેર શક્તિ સેના ના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા,નોધણભાઈ મોઢવાડીયા,રાણાભાઈ ઓડેદરા,મંજુલાબેન બાપોદરા,સહીત બહુજ બહોળી સંખ્યા મા જનસમુદાય ઉપસ્થિત રહી આ સમાજ સેવા ના આ કાર્ય ને બીરદાવેલ હતું.રતન પરના સરપંચ ભીમભાઈ ઓડેદરા એ પણ કાર્યક્રમ ના આયોજન મા યોગદાન આપ્યું હતું.

પોરબંદર જિલ્લાના સાંસદ રમેશભાઈ ધડુકે પણ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.સમાજ ના વડીલો આગેવાનો દાતાશ્રી ઓ તરફથી પણ શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા,ને શ્રી મહેર શક્તિ સેના દ્વારા આવા સેવાના ઉમદા કાર્ય થતાં રહે એવી ખુશી પણ વ્યક્ત કરી હતી.

આ તકે મહેર શક્તિ સેના ભવનનું નવનિર્માણ થાય એવી ઈચ્છા વ્યક્ત કરતાની સાથે દાતાઓ તરફથી દાનની સરવાણી પણ વહેતી થઇ હતી.સહુ પ્રથમ કરશનભાઈ ઓડેદરા રાણાવાવ ના પૂર્વ ધારાસભ્ય તરફથી ૫૧૦૦૦ રૂ. થી શરુઆત થઈ હતી.ધણા દાતાઓ આગળ આવતા વાત ને વધાવી લઈ નવનિર્માણ ની નેમ રાખી હતી.આ તકે સમાજ ના આગેવાન ભરતભાઈ ઓડેદરા શાંતાબેન ઓડેદરા તથા મહેર સમાજ ના ભામાશા હરભમભાઈ કેશવાલા તરફથી પણ શુભેચ્છા પાઠવવા મા આવી હતી.
જુઓ આ વિડીયો

Advertisement