પોરબંદર
ગુજરાતની જળસીમા ને વધુ સુરક્ષિત બનાવવાના ભાગ રૂપે આજે ભારતીય કોસ્ટગાર્ડ માં વધુ એક અધ્યતન શીપ સી -૪૪૫ સામેલ કરાઈ છે જેનો કમીશનીંગ કાર્યક્રમ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માં કોસ્ટગાર્ડ ના અધિકારીઓ ,પોરબંદર જીલ્લા વહીવટીતંત્ર ના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારી પણ હાજર રહ્યા હતા
છેલા થોડા વરસ માં ગુજરાત ની દરિયાઈ જળસીમા માં સ્મગલિંગ અને ઘુસણખોરી સહીત ના બનાવો માં વધારો થયો છે ત્યારે દરિયાઈ સુરક્ષા માં વધારો કરવા માટે આજે ભારતીય કોસ્ટગાર્ડ માં અધ્યતન શીપ ચાર્લી -૪૪૫ ને સામેલ કરવામાં આવ્યું હતું.કુલ ૧૮ શીપ ની સીરીઝ માં આજે આ સાતમી શીપ ને સામેલ કરાઈ છે. આ શીપ પોરબંદર ખાતે કાર્યરત રહેશે.આજે આ શીપ નું ક્મીશનીંગ ગુજરાત રાજ્ય ના ચીફ સેક્રેટરી જે એન સિંઘ ના હસ્તે કરાયું હતું આ કાર્યક્રમ માં કોસ્ટગાર્ડ ના આઈજી રાકેશ પાલ ,ગુજરાત નેવલ એરિયા ના નેવલ ઓફિસર ઇન્ચાર્જ એમ ગોવર્ધન રાજુ ,તેમજ શીપ નિર્માણ કંપની એલ એન્ડ ટી ના અધિકારીઓ,પોરબંદર જીલ્લા કલેકટર એમ એ પંડ્યા,જીલ્લા પોલીસવડા ડો પાર્થરાજસિંહ ગોહિલ,ડીડીઓ અજય દહિયા ,ડો સુરેશ ગાંધી,ડો ભરત ગઢવી સહીત કોસ્ટગાર્ડ ના અધિકારીઓ હાજર રહ્યા હતા આ અધ્યતન શીપ ની વિશેષતા ની વાત કરીએ તો ૨૭.૮૦ મીટર લાંબી અને ૧૦૬ ટન વજન ધરાવતી આ શીપ માં એક ઓફિસર અને ૧૨ કર્મચારી મળી કુલ ૧૩ જવાનો ફરજ બજાવશે .આ શીપ અધ્યતન નેવિગેશન અને કોમ્યુનીકેશન ના સાધનો તથા હેવી મશીનગન થી સજ્જ છે.આ શીપ શોધ, રાહત અને બચાવ સહીત વિવિધ કામગીરી કરી સકે છે.અને બે શક્તિશાળી એન્જીન ધરાવતી આ શીપ કલાક ના ૪૫ નોટીકલ માઈલ ની ઝડપે સમુદ્ર ના પાણી ને ચીરતી આગળ વધી શકે છે.
જુઓ આ વિડીયો