પોરબંદર
સુદામાં નગરીને સુરખાબીનગરીનું બિરૂદ મળ્યું છે ત્યારે પોરબંદર ની મોકરસાગર કમિટી દ્વારા સતત છઠા વરસે ફલેમિંગો ફેસ્ટીવલ એટલે કે પિંક સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવતા તેમાં દેશભર ના ૫૦ જેટલા પક્ષીવિદ અને પક્ષી પ્રેમીઓ જોડાયા છે

પોરબંદર ની એક ઓળખ ગાંધી અને સુદામા નગરી ની સાથે સાથે સુરખાબી નગરી ની પણ છે કારણ કે ગુજરાત નું રાજ્ય પક્ષી એવું આ ફ્લેમિન્ગો એટલે કે સુરખાબ હજારો ની સંખ્યા માં અહી માત્ર ૧૫ ફૂટ દુર થી પણ જોઈ શકાય છે .છેલ્લા પાંચ વરસ થી પોરબંદર ખાતે પિંક સેલિબ્રેશન એટલે કે ફ્લેમિન્ગો ફેસ્ટીવલ નું આયોજન કરવા માં આવે છે આ વખતે પણ આજે તા ૪ થી બે દિવસીય પિંક સેલિબ્રેશન નો પ્રારંભ મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી દ્વારા પોરબંદર ના છાયા વિસ્તાર માં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્ર ,સ્વામીનારાયણ ગુરુકુળ છાયા મેઈન રોડ ખાતે કરવા માં આવ્યો છે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર્ર, હરિયાણા, રાજસ્થાનના ૫૦ જેટલા પક્ષીવિદો જોડાયા છે અને આજે પ્રથમ દિવસે વિવિધ તજજ્ઞો દ્રારા ફલેમીંગો વિશે તેમજ અન્ય પક્ષીઓ વિશે ની અવનવી માહિતી આપવામાં આવી હતી તેમજ આવતીકાલે રવિવારે વિવિધ જળપ્લાવિત વિસ્તારોની મુલાકાત પણ લેવામાં આવશે.
કાર્યક્રમ માં સૌ પ્રથમ મોકરસાગર કમીટીના ધવલ વારગીયા દ્રારા ફલેમીંગોના કોર્ટ શીપ ડાન્સ એટલે કે પ્રણય નૃત્ય અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું જેમાં ધવલભાઈએ જણાવ્યું હતું કે ફ્લેમિન્ગો પોતાના પ્રણય નૃત્ય માં ૯ જેટલા અલગ અલગ સ્ટેપ કરે છે તેમણે કોર્ટશિપ ડાન્સ અંગે ફોટો ના માધ્યમ થી રસપ્રદ રીતે માહિતી આપતા તેમનું પ્રેઝન્ટેશન પૂર્ણ થયા બાદ વિવિધ પક્ષી પ્રેમીઓ એ આ અંગે વિવિધ સવાલો પૂછ્યા હતા . ત્યારબાદ અમદાવાદ થી આવેલા સલિત વ્યાસે માઈક્રો સ્કલ્પચર વિષે માહિતી આપી હતી ત્યાર બાદ મોકર સાગર કમિટી ના વિક્રાંતસિંહ ઝાલા દ્વારા પોરબંદર અને આસપાસ ના વેટલેન્ડ અને પક્ષી દર્શન ના સ્થળ વિષે માહિતી આપી હતી ત્યાર બાદ બેંગ્લોર થી આવેલા બર્ડ કાઉન્ટ ઇન્ડિયા ના મેનેજર મિતલ ગલા દ્વારા ઈ બર્ડ એપ્લીકેશન અંગે માહિતી આપી હતી અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાવ્યું હતું ત્યાર બાદ આફ્રિકા માં તૈયાર કરાયેલી ફ્લેમિંગો પર ખાસ બનાવવામાં આવેલી ડોકયુમેન્ટરી ફિલ્મ નું નિદર્શન કરાવવામાં આવ્યું હતું આવતીકાલે સવારે ૭ થી ૧૧ સુધી કર્લી જળાશય સહીત ના જલ્પલ્લ્વિત વિસ્તારો ની મુલાકાત લઇ અને ફ્લેમિંગો ની પ્રણયક્રીડા નિહાળવા માં આવશે તેમજ ફ્લેમિંગો ની વિવિધ મુદ્રાઓ ની ફોટોગ્રાફી પણ કરવામાં આવશે ઉપરાંત પક્ષી અભયારણ્ય ખાતે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી માં પણ તમામ લોકો સહભાગી બનશે આ ફેસ્ટીવલ માં જોડાયેલ માં થી કેટલાક પીએચડીના સ્કોલર પણ છે અને તેઓ ફલેમીંગો સહીત ના વિવિધ પક્ષી અને જીવ સૃષ્ટી ઉપર સંશોધન કરી રહ્યા છે ત્યારે પોરબંદરમાં યોજવામાં આવેલ આ ફલેમીંગો ફેસ્ટીવલથી તેઓના સંશોધનમાં પણ ઘણુ નવું જાણવા મળ્યું છે અને તેમને અભ્યાસ માં ખુબ મદદરૂપ નીવડશે તેમ જોડાયેલા યુવક–યુવતિઓએ જણાવ્યું હતું

જુઓ આ વિડીયો