પોરબંદર
પોરબંદર જિલ્લામાં મોટાભાગના ખેડુતોએ ૧૨ જુન અને ૧૪ જૂનના રોજ મગફળીનું વાવેતર કરેલ,વાવેતર સમયે પણ માત્ર મગફળીનું વાવેતર કરેલ પરંતુ ત્યાર બાદ સતત ૪૦ દિવસ સુધી વરસાદ ન વરસતાં મગફળીના પાક ને ખૂબ મોટું નુકશાન થયેલ હોય, પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજનાના નિયમાનુસાર ખેડૂતોને વચગાળા નો પાક વિમો ફરજિયાતપણે મળવો જોઈએ તે સહીત ની માંગ સાથે આજે પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગી અગ્રણી પાલભાઈ આંબલીયા ની આગેવાની માં ખેતીવાડી અધિકારી નો ઘેરાવ કર્યો હતો

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા આજે ખેતીવાડી અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત પોરબંદર ખાતે પોરબંદર જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને ધરણા કરવામાં આવ્યા હતા અને ખેતીવાડી અધિકારી નો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો કોંગી અગ્રણી પાલભાઈ આંબલીયા તથા રામદેવભાઈ મોઢવાડિયા ની આગેવાની માં મોટી સંખ્યા માં ખેડૂતો એકત્ર થયા હતા અને ખેતીવાડી અધિકારી ને આવેદન પણ પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે પોરબંદર જીલ્લા માં પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા તાલુકા માં તા ૧૩ થી ૧૬ જુન સુધી સામાન્ય વરસાદ થયેલ છે જેમાં ખેડૂતોએ પાક નું વાવેતર કર્યું હતું વાવેતર કર્યા પછી ૨૧ જુલાઈ સુધી ક્યાય વરસાદ નું એક પણ ટીપું પડ્યું નથી વચ્ચે તા ૨૬ જુન ના રોજ એકાદી જગ્યા એ વરસાદી ઝાપટું પડ્યું હતું બફારો તથા તેજ ગતી થી ફૂંકાઈ રહેલા ગરમ પવન ના કારણે મગફળી ના પાક ને ૭૦ ટકા થી વધુ નુકસાન થયું છે હવે વરસાદ નિયમિત થાય તો પણ મગફળી નું ઉત્પાદન નોર્મલ થાય તેમ નથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ની પોરબંદર જીલ્લા ની કામગીરી રિલાયન્સ ઇન્સ્યુરન્સ કમ્પની ને સોપી છે આ કંપની ને ટોટલ ૩૦ ટકા પ્રીમીયમ ચુકવવામાં આવે છે પ્રધાનમન્ત્રી ફસલ વીમા યોજના ની ઓપરેશનલ ગાઈડલાઈન્સ મુજબ અમારો ખેડૂતો નો પાક્વીમાં માટે નો કેસ મીડ સીઝન એડવર્સીટી કલેઈમ માટે ફીટ કેસ છે વાવણી થયા પછી સતત એક માસ કરતા વધારે સમય સુધી વરસાદ થયેલ નથી અનેવ મગફળી નો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે પરંતુ ખેડૂતો ને મીડ સીઝન એડવર્સીટી કલેઈમ મળે તે માટે ખેતીવાડી હસ્તક ના જુદાજુદા વિભાગો એ વેધર ના અને વરસાદ ના સાચા રીપોર્ટ નો આધાર લઇ રાજ્ય સરકાર ને રીપોર્ટ કરેલ નથી અને વીમા યોજના ની ઓપરેશનલ ગાઈડલાઈન્સ મુજબ ગ્રામ્ય,તાલુકા અને જીલ્લા લેવલ ની મોનીટરીંગ કમિટી બનાવવાની હોય છે જેમાંથી ગ્રામ્ય લેવલ ની કમિટી એ પાક ની પ્રગતી નો અહેવાલ જીલ્લા લેવલ ની સમિતિ ને મોકલવાનો હોય છે પરંતુ ગ્રામ્ય કક્ષા એ સરકારે આવી કોઈ કમિટી બનાવી ને તેને આવી કામગીરી ન સોપી ને કંપની ને ફાયદો કરાવવાની કૌશિશ કરેલ છે વાવણી પછી ૩૦ દિવસ સુધી વરસાદ ના થાય અને અનુકુળ હવામાન ન હોય તો રાજયસરકારે તાત્કાલિક ધોરણે ડેમેજ નોટીફીકેશન બહાર પાડવું જોઈએ આવેદન માં એવી માંગ કરવામાં આવી હતી કે મીડ સીઝન એડવર્સીટી ક્લોઝ મુજબ રાજ્ય સરકાર ઇન્સ્યુરન્સ કંપની અને ખેતીવાડી અધિકારી ના વિભાગ દ્વારા જોઈન્ટ સર્વે કરવામાં આવે અને વાવણી પછી ૩૦ દિવસ સુધી વરસાદ ન થવાના લીધે વીમા યોજનાની ગાઈડલાઈન્સ મુજબ ડ્રોટ મેન્યુઅલ ૨૦૧૬ નો અમલ કરી ડેમેજ નોટિફિકેશન રાજ્યસરકાર દ્વારા બહાર પાડવામાં આવે અને પાક્વીમાં નું પ્રીમીયમ ભરેલ ખેડૂતો ના ખાતા માં ૩૦ ટકા રકમ જમા કરાવવા માટે રિલાયન્સ ઇન્સ્યુરન્સ કમ્પની ને હુકમ કરવામાં આવે અન્યથા ખેડૂતો રાજ્યસરકાર સામે મોટા પાયે આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી છે આવેદન આપવામાં મોટી સંખ્યા માં ખેડૂતો જોડાયા હતા અને સુત્રોચ્ચાર પણ કર્યા હતા
જુઓ આ વિડીયો